Not Set/ ભરૂચ PSI પર પત્નીની હત્યાનો આરોપ, પત્નીના મોત બાદ PSI ફરાર

સુધાબેન અને 14 વર્ષની દીકરી એક્ટિવા પર ઘરેથી નીકળ્યા.  ત્યારે કેનાલ નજીક ચક્કર આવતા પત્ની કેનાલમાં પડી ગયા હતા.  દીકરીએ લાઈવ લોકેશન મોકલતા કોકણપુર પોલીસનો સંપર્ક કર્યો.

Top Stories Gujarat Others
ભરૂચ ભરૂચ PSI પર પત્નીની હત્યાનો આરોપ, પત્નીના મોત બાદ PSI ફરાર

વડોદરાનો સ્વીટી પટેલ હત્યાકેસ હજી તાજો છે ત્યાં ખાખી પર વધુ એકવાર આંગળી ચિંધાઇ છે. વધુ એક PSI પર તેની જ પત્નીની હત્યા નો આરોપ લગાવવામાં આવ્યો છે. અને પત્નીના મોત બાદ PSI ફરાર છે. જેથી હાલ તે શંકાના ઘેરામાં છે.

વડોદરા SOG પીઆઇ અજય દેસાઈ બાદ વધુ એક પોલીસ અધિકારી પર પત્નીની હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ભરૂચના PSI એ પોતાની પત્ની કેનાલમાં પડી જતા ઇજાગ્રસ્ત થઈ હોવાની વાર્તા પરિવારને કરી છે. પરંતુ 15 દિવસમાં પત્નીનું મોત થતા PSI ફરાર થઈ જતા પરિવારે હત્યાનો આરોપ લગાવ્યો છે. આ મહિલાના શકાસ્પદ મોતને લઈને પોલીસ તપાસ શરૂ કરાઈ છે.

મહિલાના પરિવારે લગાવ્યો આરોપ

PSIએ મહિલા કેનાલમાં પડી હોવાની વાર્તા ઘડી.

વડોદરાના SOG પીઆઇ અજય દેસાઈએ પોતાની પત્ની સ્વીટી પટેલની હત્યા કર્યા બાદ તેના ગુમ થવાની ખોટી વાર્તા કરી હતી. આવી જ ખોટી વાર્તા ભરૂચના PSI રણજીતસિંહ સોલંકી કરી રહ્યા હોવાનો આરોપ પરિવારે લગાવ્યો છે. અમદાવાદના નરોડામાં ભરૂચના PSI રણજીતસિંહ સોલંકીની પત્ની સુધાબેનનું મોત થયું. સુધાબેનના મોત બાદ PSI હોસ્પિટલમાંથી નીકળી જતા પરિવારને શંકા  જતા પોલીસ કન્ટ્રોલને જાણ કરી હતી.  PSIની પત્ની ગોધરામાં કોકણપુર નજીક નર્મદા કેનાલમાં પડી જતા ઇજાગ્રસ્ત થઈ હતી.  જેથી સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા. પરંતુ સારવાર દરમ્યાન સુધાબેનનું મોત થતા પરિવારે PSI પર હત્યાનો આરોપ લગાવ્યો છે.

ભરુચ 1 ભરૂચ PSI પર પત્નીની હત્યાનો આરોપ, પત્નીના મોત બાદ PSI ફરાર

પીઆઇ અજય દેસાઈએ પત્નીની હત્યા કરી હોવાના ચકચાર કેસમાં ખુલાસા બાદ વધુ એક પોલીસ અધિકારી પર આક્ષેપ થતા પોલીસ બેડામાં ચર્ચા શરૂ થઈ છે.  PSI રણજીતસિંહના કહેવા મુજબ પત્ની સુધાબેન અને 14 વર્ષની દીકરી એક્ટિવા પર ઘરેથી નીકળ્યા.  ત્યારે કેનાલ નજીક ચક્કર આવતા પત્ની કેનાલમાં પડી ગયા હતા.  દીકરીએ લાઈવ લોકેશન મોકલતા કોકણપુર પોલીસનો સંપર્ક કર્યો.  પોલીસે કેનાલમાંથી પત્નીને બહાર કાઢીને હોસ્પિટલમાં રવાના કરી.  ખુબજ ઇજાગ્રસ્ત હોવાથી અમદાવાદ હોસ્પિટલમાં ખેડવામાં આવી હતી.  પરંતુ પરિવારે ખોટી વાર્તા ઘડી હોવાનું જણાવ્યું હતું.  જો કેનાલમાં મહિલા પડી હોય તો ડૂબી જાય. અને 14 વર્ષની દીકરીને કઈ ના થયું અને મહિલાને ગંભીર ઇજા કેવી રીતે આવી.  અને પોલીસ તરત જ ત્યાં પહોંચીને કેવી રીતે બચાવી.  ફાયરબ્રિગેડને પણ બોલાવવામાં નથી આવી . અને ક્યાં પોલીસ કર્મચારીએ બચાવી તે પણ ખબર નથી. પરિવારે આરોપ લગાવ્યો છે કે PSi પહેલા કોકણપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા જેથી આ કાવતરું રચ્યું છે.

PSI રણજીતસિંહ અને સુધાબેનના લગ્નના 18 વર્ષ થયાં છે.  છેલ્લા ઘણા સમયથી psi બીજા લગ્ન કરવા માટે સુધાબેનને માર મારતો હોવાનો પણ આક્ષેપ પરિવારે કર્યો હતો. જેથી PSI ની પત્નીના શકાસ્પદ મોતને લઈને અમદાવાદ પોલીસ અને ગોધરા પોલીસે તપાસ શરૂ કરી છે.  મહિલાના મૃતદેહનો પોસ્ટમોર્ટમ કરાવીને મોતનું કારણ જાણવા રિપોર્ટ બાદ વધુ તપાસ હાથ ધરાશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી / પતેતી અને જન્માષ્ટમીએ પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રહેશે ખુલ્લુ

RatanTata4President / રાષ્ટ્રપતિ કોવિંદનો કાર્યકાળ પૂર્ણ, રતન ટાટાને રાષ્ટ્રપતિ બનાવવાની માગણી

WhatsApp / એકવાર તમે મેસેજ જોશો અને થઇ જશે ગાયબ,કોઈને ખબર પણ નહિ પડે 
મેઇલ શેડ્યૂલ / મોબાઇલ એપ અને ડેસ્કટોપ પર ઇમેઇલ કેવી રીતે શેડ્યૂલ કરવી, સંપૂર્ણ પ્રક્રિયા જાણો
ઇલેક્ટ્રિક સ્કૂટર / 15 ઓગસ્ટના રોજ લોન્ચ થશે,પૂર્ણ ચાર્જ પર 240 કિલોમીટર  દોડશે,  ઓલાને આપશે સ્પર્ધા 
બાળકો પર ખરાબ અસર / ચીન સરકારની કમ્પ્યુટર ગેમ ઉદ્યોગ પર કડક કાર્યવાહી, ભારતમાં શક્ય બનશે ?
સોશિયલ મીડિયા / લોકોનો વિશ્વાસ ઝડપથી ઘટી રહ્યો છે, ગેરમાર્ગે દોરનારા સમાચારને કારણે  મુશ્કેલી વધી રહી છે