Not Set/ ભાજપના નગરસેવકની કોરોનાગ્રસ્ત વેપારી સાથે દાદાગીરી, ગાળા ગાળી કરી આપી ધમકીઓ

ભુખથી ટળવળતા બે બાળકોને પિતા જોઈ શક્યો ન હતો. અને બહાર જઇ બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરી હતી.

Gujarat Others Trending
morvsa hadaf 6 ભાજપના નગરસેવકની કોરોનાગ્રસ્ત વેપારી સાથે દાદાગીરી, ગાળા ગાળી કરી આપી ધમકીઓ

કચ્છમાં કોરોના મહામારીનો કાળો કહેર છવાયેલો છે તેવામાં મુન્દ્રા શહેરમાં ક્વોરેન્ટાઈન થયેલા વેપારી સાથે ભાજપના નગરસેવકે દાદાગીરી કરી હોવાની વાત સપાટી પર આવી છે. મળતી માહિતી પ્રમાણે ખાણી પીણીનો વ્યવસાય કરતા વેપારીની પત્નીને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા સમગ્ર પરિવારને ક્વોરેન્ટાઈન કરાયા હતા.

તેઓને જ્યારે ક્વોરેન્ટાઇન કરાયા ત્યારે પોલીસ અને આરોગ્યની ટીમે આશ્વાસન આપ્યું કે, જમવાનું અને તમને જે કોઈ ચીજવસ્તુઓ જોઈતી હશે તે તમારા ઘરે આવી જશે જોકે ઘરે જમવાનું ન પહોંચતા ભુખથી ટળવળતા બે બાળકોને પિતા જોઈ શક્યો ન હતો. અને બહાર જઇ બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરી હતી. બાદમાં વિડિઓ વાયરલ કર્યો હતો.

જેથી અહીંના નગરસેવક ધર્મેન્દ્રસિંહ ઝાલા ઉર્ફે ધમભા પહોંચી આવ્યા અને ગાળા ગાળી કરી ધમકીઓ આપી હતી. જેથી ભારે હોબાળો થતા આ જૈન પરિવાર સાથે મુન્દ્રામાં અછૂત જેવું વર્તન કરવામાં આવે છે. જેથી કંટાળીને આ વેપારીએ સામુહિક આપઘાતની ચીમકી આપી છે. અને આક્ષેપો ભાજપના નગરસેવક ધમભા પર લગાવ્યા છે. જેથી મામલો હોટ ટોપિક બન્યો છે અલબત્ત આ અંગે ધમભાનો ખુલાસો પુછતા તેમણે કહ્યું કે,તેઓ ક્વોરેન્ટાઇન હોવા છતાં ઘરની બહાર નીકળી ચેપ ફેલાવતા હતા.

જેથી તેમની સાથે બોલાચાલી થઈ હતી. આક્ષેપોને ખોટા લેખાવ્યા હતા. બીજી તરફ મુન્દ્રા નગરપાલિકાના પ્રમુખ કિશોરસિંહ પરમારે કહ્યું કે,આ મહામારીની સ્થિતિમાં ક્વોરેન્ટાઇન થયેલા પરિવારોએ તંત્રને સહકાર આપવો જોઈએ જોકે તેઓ ઘરની બહાર નીકળ્યા હતા જે ખોટુ છે ભાજપના નગરસેવકે જનહિતમાં કામગીરી કરી હોવાનું જણાવ્યું હતું