Not Set/ નક્સલીઓના ગઢમાં ગરજ્યા PM મોદી, કહ્યું, જેઓએ પત્રકારને માર્યા તેમને ક્રાંતિકારી ગણાવે છે કોંગ્રેસ

જગદલપુર, છત્તીસગઢમાં યોજાનારી વિધાનસભાને લઈ તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર-પ્રસારને લઈ ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે, ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શુક્રવારે જગદલપુરમાં એક રેલીને સંબોધિત કરી હતી. #WATCH live from Chhattisgarh: PM Narendra Modi addresses a public rally in Jagdalpur https://t.co/XLKwbeGugw— ANI (@ANI) November 9, 2018 દૂરદર્શનના […]

Top Stories India Trending
pm modi નક્સલીઓના ગઢમાં ગરજ્યા PM મોદી, કહ્યું, જેઓએ પત્રકારને માર્યા તેમને ક્રાંતિકારી ગણાવે છે કોંગ્રેસ

જગદલપુર,

છત્તીસગઢમાં યોજાનારી વિધાનસભાને લઈ તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર-પ્રસારને લઈ ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે, ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શુક્રવારે જગદલપુરમાં એક રેલીને સંબોધિત કરી હતી.

દૂરદર્શનના પત્રકારની હત્યાની કરી નિંદા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર હુમલો કહ્યું, “એક પત્રકારને મારવામાં આવે છે, તે માત્ર પોતાનું કામ કરવા માટે આવ્યો હતો. પરંતુ કોંગ્રેસ પાર્ટી તે નક્સલીઓને ક્રાંતિકારી ગણાવે છે.

નક્સલીઓના ગઢમાં રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે,

જે લોકો લોકશાહીને ખત્મ કરવા માંગે છે, તેઓને વધારે મતદાન કરીને જડબાતોડ જવાબ આપવો જોઈએ. બોમ્બ અને બંદૂકના રસ્તાઓથી સમસ્યાઓનું નિરાકરણ આવતું નથી.

ભાઈબીજના તહેવારના દિવસે હું તમારી પાસે કઈ માંગવા માટે આવ્યો છું. અત્યારસુધીમાં દેશમાં જેટલા પ્રધાનમંત્રી થયા છે, તેના કરતા તો હું એકલો જ બસ્તર આયો છું. જયારે પણ આવ્યો છું ત્યારે ખાલી હાથે ગયો નથી.

પહેલેની સરકારોનું કામ તારું મારું કરવાનું હતું પરંતુ હું આજે પોતાની જવાબદારી અદા કરવા માટે આવ્યો છું.

અમારું લક્ષ્ય સૌનો સાથ સૌનો વિકાસ છે. છત્તીસગઢનો વિકાસ જોઇને લોકોને આજે આશ્ચર્ય થાય છે.

અર્બન નક્સલીઓના સમર્થનમાં બોલે છે કોંગ્રેસ

કોંગ્રેસ પર હુમલો બોલતા પીએમ મોદીએ કહ્યું, “દેશની સૌથી જૂની પાર્ટી અર્બન માઓવાદીઓના પક્ષમાં ઉભી રહે છે.તેઓ નક્સલવાદને મુદ્દો બનાવીને વોટોની ખેતી કરે છે.