Not Set/ દુશ્મનોના દાંત ખાટા કરશે આ બે ઘાતક તોપ, આર્મીની તાકાત વધી

નાસિક ભારતની સેનામાં બે નવી તોપો સામેલ થઇ છે જેના કારણે સૈન્યની તાકાતમાં ઘણો વધારો થયો છે. શુક્રવારે સેનામાં કે 9 વજ્ર અને એમ 777 હોવિત્ઝર તોપ સામેલ કરવામાં આવી છે. આ તોપથી ભારતીય સેનાની આર્ટિલરી ક્ષમતા વધી જશે.નાસિકના દેવતાલી તોપખાના કેન્દ્રમાં શુક્રવારે એક સમારોહ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રક્ષામંત્રી નિર્મલા સીતારમણ અને આર્મી […]

Top Stories India
Howitzer guns દુશ્મનોના દાંત ખાટા કરશે આ બે ઘાતક તોપ, આર્મીની તાકાત વધી

નાસિક

ભારતની સેનામાં બે નવી તોપો સામેલ થઇ છે જેના કારણે સૈન્યની તાકાતમાં ઘણો વધારો થયો છે. શુક્રવારે સેનામાં કે 9 વજ્ર અને એમ 777 હોવિત્ઝર તોપ સામેલ કરવામાં આવી છે. આ તોપથી ભારતીય સેનાની આર્ટિલરી ક્ષમતા વધી જશે.નાસિકના દેવતાલી તોપખાના કેન્દ્રમાં શુક્રવારે એક સમારોહ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રક્ષામંત્રી નિર્મલા સીતારમણ અને આર્મી ચીફ જનરલ બીપીન રાવત પણ સામેલ થયા હતા.નિર્મલા સીતારમણના કહેવા પ્રમાણે, 30 વર્ષ બાદ આવા પ્રકારની તોપ ભારતીય સૈન્યમાં સામેલ થઇ રહી છે.

સાઉથ કોરિયામાં બનેલી કે.9 વજ્ર તોપને સેનામાં  4,366 કરોડના ખર્ચે સામેલ કરવામાં આવી રહી છે. કુલ 100 તોપમાં 10 તોપ પ્રથમ આ મહિનામાં જ સામેલ કરવામાં આવશે. વધુ 40 તોપ નવેમ્બર 2019 અને ત્યારપછીની 50 તોપ નવેમ્બર 2020 સુધીમાં સામેલ કરવામાં આવશે.

આ પહેલી એવી તોપ છે જે ભારતીય અંગત વિસ્તારમાં બનાવવામાં આવી છે. આ તોપની મહત્તમ રેન્જ 28-38 કિમી છે. તે 30 સેકન્ડમાં ત્રણ ગોળા બારૂદ ફેંકવાની ક્ષમતામાં છે અને તે ત્રણ મીનિટમાં 15 ગોળા બારૂદ ફેંકી શકે છે.

અમેરિકામાં બનેલી 145 એમ અલ્ટ્રા લાઇટ 777 હોવિત્ઝર તોપની સાત રેજીંમેન્ટ બનાવવાની છે. આ તોપની રેન્જ 30 કિમી સુધીની છે. તેને હેલિકોપ્ટર અથવા વિમાન દ્વારા પણ ઈચ્છીત જગ્યા સુધી લઈ જઈ શકાય છે.

રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે, સેનાને આ બધી તોપ 2019 સુધીમાં મળી રહેશે અને તે પ્રક્રિયા 24 મહિનામાં પૂરી કરવામાં આવશે. પ્રથમ રેજીંમેન્ટ આવતા વર્ષે ઓક્ટોબર સુધીમાં પુરૂ થશે.