Not Set/ યુવતીએ માંગ્યો પગાર તો આ રીતે મળ્યો ઢોર માર, આવા સર્જાયા દ્રશ્યો

મહિલાને ઇજ્જત આપવાની મોટી મોટી વાતો ખૂબ કરવામાં આવે છે પરંતુ શું તેને ખરી ઇજ્જત મળે છે? જવાબ મળશે ના.. જે મહિલા શારીરિક રીતે પુરુષથી કમજોર હોય તેના પર હાથ ઉગામવો ક્યા સુધી વાજબી ગણી શકાય. દિલ્હીથી નજીક ગ્રેટર નોઇડામાં કઇક આવા જ દ્રશ્યો સામે આવ્યા છે. જ્યા એક મહિલાને દબંગ પુરુષોએ વાળ ખેંચતા રસ્તા […]

Top Stories India
AABhN60 યુવતીએ માંગ્યો પગાર તો આ રીતે મળ્યો ઢોર માર, આવા સર્જાયા દ્રશ્યો

મહિલાને ઇજ્જત આપવાની મોટી મોટી વાતો ખૂબ કરવામાં આવે છે પરંતુ શું તેને ખરી ઇજ્જત મળે છે? જવાબ મળશે ના.. જે મહિલા શારીરિક રીતે પુરુષથી કમજોર હોય તેના પર હાથ ઉગામવો ક્યા સુધી વાજબી ગણી શકાય. દિલ્હીથી નજીક ગ્રેટર નોઇડામાં કઇક આવા જ દ્રશ્યો સામે આવ્યા છે. જ્યા એક મહિલાને દબંગ પુરુષોએ વાળ ખેંચતા રસ્તા વચ્ચે ઢોર માર માર્યો હતો. આ દ્રશ્યો જોઇ તમે પણ હેરાન થઇ જશો.

noida 1 યુવતીએ માંગ્યો પગાર તો આ રીતે મળ્યો ઢોર માર, આવા સર્જાયા દ્રશ્યો

રસ્તા વચ્ચે અમુક યુવકોએ ભેગા થઇ એક મહિલાને વાળ ખેંચી ખેંચી ઢોર માર માર્યો હતો. પોલીસ સુત્રોનાં જણાવ્યા અનુસાર, આ દ્રશ્યો ગ્રેટર નોઇડાનાં નોલેઝ પાર્ક-2ની છે. આ ઝઘડો નજીકમાં આવેલા એક સલૂન અને મહિલા કર્મચારીઓ વચ્ચે પગારની લેન-દેનથી શરૂ થયો હતો. મહિલાએ આ મામલે જણાવ્યુ કે, મને આ પહેલા પણ ઘણી યાતનાઓ આપવામાં આવી છે. મહિલાએ આરોપ મુકતા કહ્યુ કે, આ સલૂનમાં મને મેકઅપ આર્ટીસ્ટ તરીકે 17 હજાર રૂપિયા પગાર પર 16 માર્ચે રાખવામાં આવી હતી.

noida1 યુવતીએ માંગ્યો પગાર તો આ રીતે મળ્યો ઢોર માર, આવા સર્જાયા દ્રશ્યો

જ્યારે એક મહિનો પૂરો થયો ત્યારે મહિલાએ પગારની માંગણી કરી તો તેને શારીરિક સંબંધ બનાવવા માટે દબાવ કરવામાં આવ્યો. માત્ર માલિક નહી પણ તેના સહયોગીઓએ પણ આ પ્રકારની માંગ કરી હતી. જો કે મહિલાએ સ્પષ્ટ ના કરતા નોકરી છોડવાની વાત કરી અને પોતાનો હિસાબ કરવાનું કહ્યુ, ત્યારે સેલૂનનાં માલિકે તેને ટાળી પછી આપીશુ કહ્યુ. વારંવાર ધક્કા ખાધા બાદ પણ તેને પગાર આપવામાં ન આવ્યો.

Noida3 યુવતીએ માંગ્યો પગાર તો આ રીતે મળ્યો ઢોર માર, આવા સર્જાયા દ્રશ્યો

10 દિવસ બાદ જ્યારે મહિલા ફરી એકવાર પગાર લેવા આવી ત્યારે સેલૂન માલિકનાં એક સાથીએ નશામાં મહિલાને એક રૂમમાં બંધ કરી જબરદસ્તી કરવાનો પ્રયત્ન કર્યો, તુરંત જ ગભરાયેલી મહિલાએ જોરથી બુમો પાડવા લાગી અને ત્યાથી ભાગી ગઇ. પરંતુ હેવાનિયતની રમત રમી રહેલા સલૂનમાં કામ કરતા લોકોએ મહિલાને રસ્તા વચ્ચે વાળ ખેંચી ઢોર માર માર્યો.

noida4 1 યુવતીએ માંગ્યો પગાર તો આ રીતે મળ્યો ઢોર માર, આવા સર્જાયા દ્રશ્યો

ઘટના જાહેરમાં થઇ રહી હતી છતા મહિલાને તે લોકો મારતા જ રહ્યા. આસપાસ લોકોનો ટોળો થવા લાગ્યુ પરંતુ તે પહેલા માત્ર જોઇ રહ્યા અને બાદમાં તેમણે વચ્ચે પડી મહિલાને આ નરાધમોથી બચાવી હતી. આ સમગ્ર ઘટના એક વ્યક્તિએ પોતાના મેબાઇલમાં કૈદ કરી હતી જે વીડિયો આજે ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.