ગાંધીનગર
ગાંધીનગરમાં પ્રજાના નાણાં પચાવી પાડનાર લે ભાગુ કમ્પનીઓની વિશે ગૃહમંત્રી પ્રદીપસિંહએ નિવેદન આપ્યું હતુ. તેમણે જણાવ્યું હતુ કે..નાણાં પચાવી પાડનાર લે ભાગુ કમ્પનીઓની મિલકતો ટાંચમાં લઇ હરાજી કરી નાણાં પરત અપાવશે.
આવી લે ભાગુ કંપનીઓ રિઝર્વ બેન્કની મજૂરી લીધા વિના ટૂંકા ગાળામાં નાણાં ડબલ કરી આપવાની લાલચ આપી. લોકોની માતબર રકમ પચાવી પાડી છેતરપીંડી કરે છે. આવી છેતરપીંડી કરનાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.
જેના માટે સમગ્ર રાજ્ય માંટે અમદાવાદ, સુરત,વડોદરા અને રાજકોટ ખાતે ડેઝીગનેટેડ કોર્ટોની રચના કરવામાં આવી છે. સી.આઈ.ડી.ક્રાઇમની નોડલ એજન્સી તરીકે નિમણુંક કરી તપાસ કરવામાં આવશે.
રાજ્યમાં વિવિધ શહેરોમાં અને જિલ્લામાં 4,62,687 રોકાણકારોના અંદાજે 713 કરોડથી વધુ રૂપિયા ઉઘરાવ્યાં છે, આવી કંપની, પેઢી કે વ્યક્તિઓની તપાસ કરી 114 જેટલી મિલકતો ટાંચ માં લેવા 11 દરખાસ્તો કરાઈ છે.