Not Set/ સ્કૂલમાં ફૂડ પોઇઝનિંગ બાદ મંતવ્ય ન્યુઝ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો તપાસ, ભયંકર પરિસ્થિતિ

અરવલ્લી રાજ્ય સરકારના સંકલિત આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ગરીબ અને પછાત વર્ગના આદિવાસી વિદ્યાર્થીઓને સારા ગુણવત્તા સભર આહાર રહેઠાણ સાથે સારી રીતે અભ્યાસ કરી શકે તે માટે ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં એકલવ્ય મોડેલ રેસિડેન્સી વિદ્યાલયો બનાવવામાં આવ્યા છે. તે અંતર્ગત અરવલ્લી જિલ્લાના શામળાજી પાસે આવેલ શામલપુર ગામે પણ એકલવ્ય મોડેલ […]

Top Stories Gujarat Others Trending
fdsa 5 સ્કૂલમાં ફૂડ પોઇઝનિંગ બાદ મંતવ્ય ન્યુઝ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો તપાસ, ભયંકર પરિસ્થિતિ

અરવલ્લી

રાજ્ય સરકારના સંકલિત આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ગરીબ અને પછાત વર્ગના આદિવાસી વિદ્યાર્થીઓને સારા ગુણવત્તા સભર આહાર રહેઠાણ સાથે સારી રીતે અભ્યાસ કરી શકે તે માટે ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં એકલવ્ય મોડેલ રેસિડેન્સી વિદ્યાલયો બનાવવામાં આવ્યા છે.

તે અંતર્ગત અરવલ્લી જિલ્લાના શામળાજી પાસે આવેલ શામલપુર ગામે પણ એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલ બનાવવામાં આવી છે આ 2000ની સાલમાં શરૂ કરવામાં આવેલ આ મોડેલ સ્કૂલ 2007ની સાલમાં નવા બિલ્ડીંગમાં ભાઈઓ અને બહેનો ની હોસ્ટેલ સાથે શરૂ કરવામાં આવી. આ સ્કૂલમાં અરવલ્લી સાબરકાંઠા મહીસાગર પંચમહાલ દાહોદ જિલ્લાના ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહી અભ્યાસ કરે છે.

રિયાલિટી ચેક

જૂન 2015 માં એકલવ્ય – 2નું નવું મકાન બનાવી તેમાં પણ અભ્યાસ શરુ કરવામાં આવ્યો હાલ બંને સ્કૂલોના 650 વિદ્યાર્થી ભાઈ બહેનો અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે બે દિવસ અગાઉ આ એકલવ્ય સ્કૂલની 20થી વધુ વિદ્યાર્થીનીઓ રાત્રી ભોજન લીધા પછી એક એક બીમાર થઈ ગઈ તમામને શામળાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ત્યારે આ વિદ્યાર્થીનીઓનું એકા એક બીમાર થવા બાબતે મંતવ્ય ન્યુઝની ટીમે શામળાજી પાસે આવેલ એકલવ્ય મોડેલ સ્કૂલ માં વિદ્યાર્થીઓ માટે બનાવતું ભોજનની સામગ્રી તથા ભોજન કક્ષ અને રસોડાનું રિયાલિટી ચેક કર્યું તો વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવતી રસોઈની સામગ્રી બિલકુલ ગંદકીમાં જોવા મળી હતી.

fdsa 9 સ્કૂલમાં ફૂડ પોઇઝનિંગ બાદ મંતવ્ય ન્યુઝ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો તપાસ, ભયંકર પરિસ્થિતિ

મસાલા ખાંડવાની ખાંડણીમાં ગુટખા અને તમાકુની પડીકીઓ.

રોટલી ભાખરી બનાવવા માટેનો લોટ પણ કોઈજ માર્ક વગરનો અને તેની આસપાસ વાસી ફૂગ આવી ગયેલ રોટલીના ટુકડા જોવા મળ્યા વઘારમાં વાપરવામાં આવતું લસણ પણ સળી ગયેલું જોવા મળ્યું હતું.  મસાલા ખાંડવાની ખાંડણીમાં ગુટખા અને તમાકુની પડીકીઓ જોવા મળી રોટલીનો લોટ જે મશીનમાં બંધાતો હતો તે મશીન માં પણ લોટ ઉપર અસંખ્ય માખીઓ જોવા મળી.

મશીન ક્યારેય ધોવાતું ના હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા રસોડામાં જ્યાં રોટલી વણવાનું અને ચઢાવવા નું કામ ચાલતું હતું ત્યાં આસપાસ નર્યો કાદવ કીચડ જોવા મળ્યો હતો. પારાવાર ગંદકીના સામ્રાજ્ય વચ્ચે વિદ્યાર્થીઓ માટે રસોઈ બનાવવમાં આવે છે, આ તમામ દ્રશ્યો વિદ્યાર્થીનીઓને થયેલ ફૂડ પોઇઝનિંગ બાદ મંતવ્ય ન્યુઝ ના રિયાલિટી ચેકમાં બહાર આવ્યું.

fdsa 6 સ્કૂલમાં ફૂડ પોઇઝનિંગ બાદ મંતવ્ય ન્યુઝ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો તપાસ, ભયંકર પરિસ્થિતિ

વાસણોમાં પણ જીવ જંતુઓ માખીઓ ના ટોળા.

મંતવ્ય ન્યુઝ દ્વારા રસોડાના બહાર ના ભાગમાં જ્યાં દાળ શાક બનાવવામાં આવી રહ્યું હતું. ત્યાં તપાસ કરતા આપણું માથું ફાટી જાય એટલી ખરાબ વાસ આવવા લાગી તેની બિલકુલ બાજુમાં કેટલાય દિવસોનો વાસી ખોરાક ખદબદી ગયેલ હાલતમાં ઢગલા બંધ જોવા મળ્યો.

બાજુમાં એક ગટર એ પણ ખુલ્લી જોવા મળી જમવા માટેના થાળી અને ગ્લાસ પણ વાસી સળી ગયેલા ખોરાકમાં જોવા મળી સડેલા બટાકા તેમજ ખરાબ થઈ ગયેલ તમામ સાહિત્ય જમવાનું બનાવવાના સ્થળ પર જમવાનું પીરસવાના અને બનાવવા ના વાસણોમાં પણ જીવ જંતુઓ માખીઓ ના ટોળા જોવા મળી રહ્યા છે.

dsa 10 સ્કૂલમાં ફૂડ પોઇઝનિંગ બાદ મંતવ્ય ન્યુઝ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો તપાસ, ભયંકર પરિસ્થિતિ

એઠવાળો ત્યાંજ ઠલવાય.

આ તમામ દ્રશ્યો પરથી તમે જ નક્કી કરી શકો કે આ સ્કૂલના વિદ્યાર્થીઓને ફૂડ પોયઝનિંગની અસર કેમ થઈ હશે, દરરોજ 650 વિદ્યાર્થીઓને બે ટાઈમ જમવાનું અને નાસ્તો આપતો હોય, એટલે કે રોજ ના 1950 જેટલા વિદ્યાર્થીઓ જમતા હોય અને તેનો એઠવાળો ત્યાંજ ઠલવાય તો શું હાલત થાય એ આપ સમજી શકો છો આ તમામ હકીકત મંતવ્ય ન્યુઝ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો લેવલ થી જોવા મળી રહ્યું છે.

fdsa 7 સ્કૂલમાં ફૂડ પોઇઝનિંગ બાદ મંતવ્ય ન્યુઝ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો તપાસ, ભયંકર પરિસ્થિતિ

એક બીમાર પડેલી વિદ્યાર્થીનીઓની સંખ્યા છુપાવવાથી તંત્રની પોલ ખુલી.

એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલ ની 11 વિદ્યાર્થીનીઓ ફૂડ પોઇઝનિંગ ની અસર થી બીમાર થઈ હોવાનું માત્ર અનુમાન કરતું સરકારી તંત્ર જણાવી રહ્યું હતું ત્યારે બીમારી નો ભોગ બનેલી વિદ્યાર્થીનીઓ ની મુલાકાત લેવા માં આવી ત્યારે બીમાર વિદ્યાર્થીનીઓ 11 ના બદલે 20 જોવા મળી ત્યારે ખોરાક લીધા બાદ એકા એક બીમાર પડેલી વિદ્યાર્થીનીઓ ની સંખ્યા છુપાવવા થી તંત્ર ની પોલ ખુલતા દ્રશ્યો બદલાઈ જવાના છે ત્યારે ખોરાક લીધા બાદ બીમારી નો ભોગ બનેલી વિદ્યાર્થીનીઓ બીમારીથી ડરી ગઈ હોય હોવાની હકીકત  સામે આવી.

fdsa 8 સ્કૂલમાં ફૂડ પોઇઝનિંગ બાદ મંતવ્ય ન્યુઝ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો તપાસ, ભયંકર પરિસ્થિતિ

કોન્ટ્રાક્ટરો સરકારના લાખો કરોડો રૂપિયાની ખાઈકી

ગરીબ અને આદિવાસી સમાજ ના વિદ્યાર્થી ભાઈ બહેનોને દૂર દૂર થી વહાલીઓ અભ્યાસ માટે મોકલતા હોય છે ત્યારે એક માત્ર તંત્ર ના ભરોસે અને તેમની ગરીબીની મજબૂરીનો લાભ લઇ અધિકારીઓ અને હોસ્ટેલ કોન્ટ્રાક્ટરો સરકારના લાખો કરોડો રૂપિયાની ખાઈકી કરી રહયા છે. આ તમામ બાબતની જવાબદારી સ્કૂલના આચાર્યની હોય છે.

સરકાર દ્વારા આવી સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સારી ક્વોલિટીનું ભોજન અને નાસ્તો મળે છે કે નહીં તે બાબતે જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમે દર 15 દિવસે એક વખત મુલાકાત લેવાની હોય છે અને સ્કૂલના આચાર્યએ દરરોજ તમામ બાબતનું ધ્યાન રાખવા નું હોય છે.

ફૂડ એન્ડ દ્રગ વિભાગની ટીમે છેલ્લે 2017 માં મુલાકાત

ત્યારે આચાર્ય આ વિશે કઈ પણ બોલી નથી રહ્યા. આ સ્કૂલની વિઝીટ બુકમાં તપાસ કરતા આરોગ્ય વિભાગની અને ફૂડ એન્ડ દ્રગ વિભાગની ટીમે છેલ્લે 2017 માં મુલાકાત લીધી હતી, ત્યારબાદ કોઈ અધિકારી તપાસમાં આવ્યું નથી છતાં પણ આચાર્ય તંત્ર નો લુલો બચાવ કરી રહ્યા છે.