Gujarat Election/ ટિકિટ વહેંચણી મુદ્દે કોંગ્રેસમાં ભડકો, જમાલપુર-ખાડિયામાં ઇમરાન ખેડાવાલાને બદલાવની માંગ, કાર્યકરોએ 12 કલાકનું અલ્ટીમેટમ આપ્યું

ગુજરાતમાં વિધાનસભાની ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે ઉમેદવોરાની યાદી બહાર આવતા વિરોધનો વંટોળ પણ રાજ્યમાં જોવા મળી રહ્યો છે

Top Stories Gujarat
17 8 ટિકિટ વહેંચણી મુદ્દે કોંગ્રેસમાં ભડકો, જમાલપુર-ખાડિયામાં ઇમરાન ખેડાવાલાને બદલાવની માંગ, કાર્યકરોએ 12 કલાકનું અલ્ટીમેટમ આપ્યું
  • ટિકિટ વહેંચણી બાદ કૉંગ્રેસમાં માથાકૂટ
  • જમાલપુર-ખાડિયામાં ઉમેદવાર બદલવાની માગ
  • પક્ષને 12 કલાકનું અલ્ટિમેટમ અપાયું
  • ઈમરાન ખેડાવાલાની ઉમેદવારીનો વિરોધ
  • યૂથ કૉંગ્રેસના કાર્યકરોએ કાર્યાલયમાં તોડફોડ કરી
  • ભરતસિંહ સોલંકીની તસવીરો સળગાવી
  • ઉમરેઠમાં NCP સાથે ગઠબંધનનો વિરોધ
  • કૉંગ્રેસની તમામ સમિતિઓએ રાજીનામા આપ્યા
  • ગઠબંધન ન તૂટ્યું તો અપક્ષ લડવાની તૈયારી

ગુજરાતમાં વિધાનસભાની ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે ઉમેદવોરાની યાદી બહાર આવતા વિરોધનો વંટોળ પણ રાજ્યમાં જોવા મળી રહ્યો છે.કોંગ્રેસે  ઉમેદવારની  છઠ્ઠી યાદી  જાહેર કરતા આમાંથી અનેક બેઠકો પર વિરોધ જોવા મળી રહ્યો છે. જેમાં ખાસ કરીને અમદાવાદની જમાલુર-ખાડિયા બેઠક પર સીટિંગ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને કોંગ્રેસે ટિકિટ ફાળવતા સ્થાનિક નેતા ગણ દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો છે. આ મામલે કાર્યકરોએ કોંગ્રેસ પાર્ટીને 12 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. નોંધનીય છે કે ઉમરેઠમાં પણ એનસીપી નેતા સાથે ગઠબંધન કરતા આ બેઠક પર પણ વિરોધ જોવા મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે ભરત સોલંકીની તસવીરો સળગાવવામાં આવી હતી. જો આ મામલે કાર્યકરોએ 12 કલાકનું  અલ્ટીમેટમ  આપ્યું છે.