Not Set/ “આગ હી આગ” – સુરત અને બરોડામાં ગાડીઓમાં લાગી આગ, આવા સર્જાયા દર્શ્યો

ગુજરાતમાં આજનો દિવસ આગ ઝરતો જોવામાં આવી રહ્યો છે. અમદાવાદની એક હોસ્પિટલમાં આગની ઘટના નોંધાય, તો દમણમાં ત્રણ-ત્રણ ફેક્ટરીઓ આગની ઝપટે આવી ગઇ હતી. તો સુરત અને બરોડામાં પણ આગની ઘટનાથી લોકો ભય છવાયો હતો. જો કે તમામ ઘટનામાં કોઇ જાનહાની નોંધાણી ન હોવાથી તંત્ર માટે આંશીક રાહતનાં સમાચાર કહી શકાય. સુરત અને બરોડાની વાત […]

Top Stories Gujarat Surat Vadodara
fire "આગ હી આગ" - સુરત અને બરોડામાં ગાડીઓમાં લાગી આગ, આવા સર્જાયા દર્શ્યો

ગુજરાતમાં આજનો દિવસ આગ ઝરતો જોવામાં આવી રહ્યો છે. અમદાવાદની એક હોસ્પિટલમાં આગની ઘટના નોંધાય, તો દમણમાં ત્રણ-ત્રણ ફેક્ટરીઓ આગની ઝપટે આવી ગઇ હતી. તો સુરત અને બરોડામાં પણ આગની ઘટનાથી લોકો ભય છવાયો હતો. જો કે તમામ ઘટનામાં કોઇ જાનહાની નોંધાણી ન હોવાથી તંત્ર માટે આંશીક રાહતનાં સમાચાર કહી શકાય.

surat "આગ હી આગ" - સુરત અને બરોડામાં ગાડીઓમાં લાગી આગ, આવા સર્જાયા દર્શ્યો

સુરત અને બરોડાની વાત કરવામાં આવે, તો બનેં મહાનગરોમાં રોડ પર આગનાં દર્શ્યોએ અફરાતફરી સર્જી હતી. સુરતનાં  અઠવાગેટ ફ્લાય ઓવર બ્રિજ પર એક ચાલું કારમાં આગ લાગી જતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. અને ફાયર વિભાગ દ્રારા સમયસરની કામગીરીથી કોઇ મોટી દુર્ધટના નોંધાય નહોતી. કારનો ચાલક સમય સુચકતા વાપરી પહેલા જ કારમાંથી બહાર આવી ગયો હતો. જો કે બ્રિજ પર આગ લાગી હોવાથી બ્રિજની બંને સાઈડ પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. અને ત્યા હાજર રાહદારીઓમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો.

brd4 "આગ હી આગ" - સુરત અને બરોડામાં ગાડીઓમાં લાગી આગ, આવા સર્જાયા દર્શ્યો

બરોડામાં પણ મોડી રાત્રે 100ની સ્પિડે બેફામ રીતે હાંકરાતી નવે નવી સ્વિફટ ડિઝાયર કાર જૂના પાદરા રોડ હેવમોર સર્કલથી અકોટા બ્રિજ તરફનાં રસ્તા પર  ગાય સર્કલ પાસે પાર્ક કરેલી મારૂતિ વાનમાં ધડાકા સાથે અથડાઇ હતી. અને બનેં કાર ઢસડાયને પાસે જ આવેલા ઇલેક્ટ્રીકનાં ડી.પી.ની જાળીમાં ધડાકાભેર  અથડાતા બનેં કારમાં આગ ફાટી નીકળી હતી. મોડી રાત્રે પ્રચંડ ધડાકા સાથે બનેલા આ બનાવને પગલે અને સાથે સાથે બનાવ નજીકમાં જ ઇલેક્ટ્રીકનું ડી.પી હોવાથી લોકોમાં ગભરાહટનો માહોલ જોવા મળ્યો હતો.