Police Medal: કેન્દ્ર સરકારે પ્રજાસત્તાક દિવસની પૂર્વ એ વિવિધ કેન્દ્રીય અને રાજ્ય પોલીસ દળોના કર્મચારીઓને 901 સેવા ચંદ્રકો આપવાની જાહેરાત કરી હતી. જેમાં વીરતા માટે આપવામાં આવેલા 140 મેડલનો સમાવેશ થાય છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જવાનોની યાદી જાહેર કરી જેમને વીરતા માટે પોલીસ મેડલ, વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને મેરીટોરીયસ સર્વિસ માટે પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યા છે. પ્રજાસત્તાક દિન નિમિત્તે કુલ 901 પોલીસ કર્મચારીઓને પોલીસ મેડલ એનાયત કરવામાં આવશે. પોલીસ મેડલ ફોર ગેલેન્ટ્રી (PMG) 140 જવાનોને, 93ને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ (PPM) અને 668ને મેરીટોરીયસ સર્વિસ (PM) માટે પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે 140 શૌર્ય પુરસ્કારોમાંથી (Police Medal) ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારોના 80 કર્મચારીઓની બહુમતી અને જમ્મુ અને કાશ્મીરના 45 કર્મચારીઓને તેમની બહાદુરીની કામગીરી માટે પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે.શૌર્ય પુરસ્કાર મેળવનાર કર્મીઓમાં 48 CRPF, મહારાષ્ટ્રના 31, J&K પોલીસના 25, ઝારખંડના 9, દિલ્હી, છત્તીસગઢ અને BSFના 7-7 અને બાકીના અન્ય રાજ્યો/UTs અને CAPFના જવાનો સામેલ છે.
નોંધનીય છે કે કેન્દ્ર સરકારે મંગળવારે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ વિવિધ કેન્દ્રીય અને રાજ્ય પોલીસ દળોના કર્મચારીઓને 901 સેવા ચંદ્રકો આપવાની જાહેરાત કરી હતી. જેમાં વીરતા માટે આપવામાં આવેલા 140 મેડલનો સમાવેશ થાય છે.
Bloomberg Billionaires Index/ વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં ગૌતમ અદાણી હવે આ સ્થાન પર,મુકેશ અંબાણી ટોપ ટેનમાંથી બહાર
Anil-BBC-Modi/ AK એન્ટોનીના પુત્ર અનિલે કોંગ્રેસ છોડી, BBCની ડોક્યુમેન્ટ્રીમાં ભાજપને સમર્થન આપ્યું
Chris Hipkins/ ન્યુઝીલેન્ડના વડાપ્રધાન પદે ક્રિસ હિપકિન્સે શપથ લીધા, જેસિન્ડા આર્ડનની વિદાય
Pathan Finally Released/ આખરે વિવાદ વચ્ચે પઠાણ ફિલ્મ દેશભરમાં રિલીઝ,ચાહકોમાં ભારે ક્રેઝ, તમામ શો હાઉસફૂલ
માપમાં રહેજો!/ વ્યાજખોરોના આતંક સામે ગુજરાત પોલીસ એકશનમાં