લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં પશ્ચિમ બંગાળમાં અનેક જગ્યાએ હિંસાના બનાવો બન્યા. દુર્ગાપુરમાં મતદાન દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. બીરભૂમમાં, ભાજપે ટીએમસી કાર્યકર્તાઓ પર મતદાન મથકની બહારના સ્ટોલની તોડફોડ કરવાનો આરોપ લગાવ્યા બાદ ઝપાઝપી થઈ હતી.
TMC કાર્યકરનું મોત થયું
અજાણ્યા વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા બોમ્બ હુમલામાં TMC કાર્યકરનું મોત થયું હતું. બોલપુર મતવિસ્તારમાં મતદાનના થોડા કલાકો પહેલા મિન્ટુ શેખ નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. બોમ્બ હુમલામાં મૃત્યુ પામેલ TMC કાર્યકર મિન્ટુ શેખ પોતાના સાથી સાથે ઘરે જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં કેટલાક લોકોએ અચાનક હુમલો કર્યો. અજાણ્યો લોકો દ્વારા મિન્ટુ પર તિક્ષણ હથિયારથી હુમલો કરાયો. બાદમાં તેના પર બોમ્બ ફેંકવામાં આવ્યો. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળ પર પંહોચી મામલાની તપાસ હાથ ધરી છે.

ચોથા તબક્કામાં થયું મતદાન
લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાના પ્રથમ બે કલાક બાદ 10.35 ટકા મતદાન નોંધાયું છે. નવ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરની 96 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. ઘણા અગ્રણી લોકોએ સવારે મતદાન કર્યું હતું. આંધ્ર પ્રદેશની 175 અને ઓડિશાની 28 વિધાનસભા બેઠકો માટે પણ આજે મતદાન થઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશની ઘણી બેઠકો રાષ્ટ્રીય ધ્યાન આકર્ષિત કરી રહી છે કારણ કે કેટલાક અગ્રણી ઉમેદવારો મેદાનમાં છે.
કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી પૂર્વ ક્રિકેટર અને ટીએમસીના ઉમેદવાર યુસુફ પઠાણ સામે ચૂંટણી લડી રહ્યા છે. મહુઆ મોઇત્રા, જેને વિવાદો બાદ લોકસભામાંથી બહાર કરી દેવામાં આવી હતી, તે ફરીથી કૃષ્ણા નગરથી ચૂંટણી લડી રહી છે. બિહારમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ અને નિત્યાનંદ રાય અનુક્રમે બેગુસરાઈ અને ઉજિયારપુરમાં બેઠકો માંગી રહ્યા છે.
આ પણ વાંચો: મનીષ સિસોદિયાની જામીન અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી, રાહત મળવાની સંભાવના
આ પણ વાંચો: PM મોદી આજે તેમના મત વિસ્તાર વારાણસીમાં કરશે ધુંઆધાર પ્રચાર
આ પણ વાંચો: સોનિયા ગાંધીનો મતદાતાઓને સંદેશ, કોંગ્રેસની ‘મહાલક્ષ્મી’ યોજના બદલશે મહિલાઓનું જીવન
