Business News: લોકસભા ચૂંટણીના પરિણામોને લઈ હજારમાં અસ્થિરતા જોવા મળી હતી અને મોંઘવારીના આંકડા બજાર ખુલ્યાની મધ્યમાં જ 700 પોઈન્ટનો કડાકો બોલાયો હતો. બજાર નીચે જવાથી રોકાણકારોના 4.36 લાખ કરોડ ડૂબી ગયા હતા. દરમિયાન ટાટા મોટર્સના શેર પર એક નજર નાખવા જેવી છે. આ સમયે શેર લેવા જોઈએ કે નહિં તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
ટોચની બ્રોકરેજ કંપનીઓએ ટાટા મોટર્સને લઈ રિપોર્ટ શેર કર્યા છે. ગોલ્ડમેન સેચ્સ, મોર્ગન સ્ટેનલી, મોમુરાએ ટાટા મોટર્સના શેરના રેટિંગ ઘટાડી દીધી.
ગ્લોબલ બ્રોકરેજ ફર્મ નોમુરાએ ટાટા મોટર્સની બાઈંગ(Buying) રેટિંગ ઘટાડીને ન્યૂટ્રલ કરી દીધી છે. કંપનીઓનું કહેવું છે કે જેએલઆરને માગ જોખમમાં મૂકવાનો સામનો કરવો પડ્યો છે. કોમર્શિયલ વાહનોની માગમાં ઘટાડો થયો છે. ટાર્ગેટ પ્રાઈસને 1057 રૂપિયા વધારીને 1141 કરી દીધા. ટાટા મોટર્સના ભાવ ઘટાડી 1013 રૂપિયા વધારીને 1100 કરી દીધા છે.
ટાટા ગ્રૂપની કંપની ટાટા મોટર્સને નાણાકીય વર્ષ 2023-24માં ક્વાર્ટર ત્રિમાસિક પરિણામ નેટ પ્રોફિટ ત્રણ ગણું વધારી 17,528 કરોડ રૂપિયા રહ્યા છે. કંપનીના નાણાકીય વર્ષમાં 2022-23માં ચતુર્થ ત્રિમાસિકમાં ચોખ્ખો નફો 5496 કરોડ રૂપિયા હતો. શુક્રવારે કંપનીની ઓપરેટિંગ ઈન્કમ 1.19.986 કરોડ રૂપિયા હતી. 31 માર્ચે નાણાકીય વર્ષમાં 6 રૂપિયા એટલે કે 300 ટકા ડિવિડન્ડ આપવાની ભલામણ કરી હતી.
આજે ટાટા મોટર્સ 1010 રૂપિયા ખુલ્યો હતો. પણ 8.67 ટકા સાથે 955 રૂપિયા નીચે આવ્યો હતો. ડીવીઆરના શેરોમાં પણ કડાકો બોલાયો હતો. 645.55 રૂપિયા ઈન્ટ્રા-ડે નીચે આવી ગયું હતું. બજાર ત્રિમાસિક ગાળામાં આનાથી વધુ સારૂ પરિણામ મેળવવાની આશા રાખતું હતું.
આ પણ વાંચો:અમેરિકા કે ચીન? કોણ છે ભારતનું વિશ્વસનીય વ્યાપારિક ભાગીદાર…
આ પણ વાંચો:આવકવેરા વિભાગે કરદાતાઓને આપી નવી સુવિધા, એક જ ક્લિકમાં જાણી શકાશે આ માહિતી
