નિર્ણય/ રાજકોટની ઘટના બાદ શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, શાળામાં વિધાર્થીઓ કોઇપણ કલરના સ્વેટર કે જેકેટ પહેરીને આવી શકે છે,

ગુજરાતના રાજકોટમાં એક  વિધાર્થીની અવસાન બાદ સરકાર એકશન મોડમાં જોવા મળી રહી છે. સરકારે મનમાની કરતી શાળાઓ પર લગામ ખેંચી છે.

Top Stories Gujarat
Big decision of education department
  • શાળાઓની મનમાની સામે સરકારની લગામ
  • રાજકોટની ઘટના બાદ શિક્ષણ વિભાગનો આદેશ
  • વિદ્યાર્થીઓ ગમે તે કલરના સ્વેટર પહેરી શકશે
  • કોઈપણ પ્રકારના ગરમ કપડાં પહેરવાની છૂટ
  • શાળા સ્કૂલનું સ્વેટર પહેરવાની ફરજ નહિ પાડી શકે
  • હવે વિદ્યાર્થી કલરના ગરમ કપડા કે સ્વેટર પહેરી શકશે
  • ખાનગી શાળાઓએ આ આદેશનો કરવો પડશે અમલ

Big decision of education department:     ગુજરાતના રાજકોટમાં એક  વિધાર્થીની અવસાન બાદ સરકાર એકશન મોડમાં જોવા મળી રહી છે. સરકારે મનમાની કરતી શાળાઓ પર લગામ ખેંચી છે. વિધાર્થીના મોત બાદ  રાજ્યમાં અરેરાટી ફેલાઇ ગઇ જેને ધ્યાનમાં લઇને સરકાર સક્રીય થઇ ગઇ છે અને જે શાળાઓ મનમાની કરે છે તેમના માટે એક આદેશ આપ્યો છે. શિક્ષણ વિભાગે નિર્દેશ આપ્યા છે કે શાળામાં  વિધાર્થી કોઇપણ કલરના સ્વેટર પહેરીને આવી શકે છે.આ સાથે કોઇપણ પ્રકારના ગરમ વસ્ત્રો પહેરીને આવી શકે છે. ગરમ કપડા પહેરીને આવવાની છૂટ આપવામાં આવી છે. હવે વિધાર્થીઓને શાળાના સ્વેટર નહીં પહેરે તો પણ ચાલશે હવે શાળાઓ તેમાં મનમાની અને વિધાર્થીઓ અને વાલીઓને આ સંદર્ભે કંઇપણ કહી શકશે નહી.

ઉલ્લેખનીય છે  (Big decision of education department) શિક્ષણ વિભાગે સરકારે સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે કોઇપણ કલરના સ્વેટર અને ગરમ વસ્ત્રો વિધાર્થીઓ પહેરીને આવી શકે છે. ખાનગી શાળાએ નિર્દેશનો અમલ કરવાે પડશે નહીંતર શાળા સામે સરકાર એકશન લેશે. રાજકોટમાં વિધાર્થીઓના મોત બાદ હવે શાળાઓ તેમના સમયમાં પણ ફેરફાર કર્યો છે.

નોંધનીય છે કે રાજકોટના ગોંડલ રોડ પર આવેલી એ. વી. જસાણી સ્કૂલમાં જ્યારે ધોરણ 8માં ભણતી એક વિદ્યાર્થિનીનું મોત થયુ હતું. ગોંડલ રોડ પર આવેલી એ. વી. જસાણી સ્કૂલમાં સવારે 7 વાગીને 23 મિનિટે વિદ્યાર્થિની અચાનક ધ્રુજારી ઉપડ્યા બાદ બેભાન થઈને ઢળી પડી હતી.સત્વરે તેને  હોસ્પિટલમાં ખસેડાઇ હતી. બાદમાં વિદ્યાર્થીનીના માતાપિતાને પણ આ અંગેની જાણકારી આપવામાં આવી હતી. હોસ્પિટલમાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

ઠંડી/અંબાલાલ પટેલની ઠંડીને લઇને મોટી આગાહી, આ તારીખથી ગુજરાતમાં કોલ્ડ વેવનો બીજો રાઉન્ડ શરૂ થશે