Not Set/ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલનાં પિતાનું કોરોનાથી નિધન

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલનાં પિતા ભરતભાઇ પટેલનું પણ કોરોનાથી નિધન થયું છે. તેમની  યુ.એન મહેતામાં સારવાર ચાલી રહી હતી.

Top Stories Ahmedabad Gujarat

રાજ્યમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે. કોરોનાની આ લહેરમાં એક પછી એક નેતાઓ અને મંત્રી સંત્રી નેતા અભિનેતા તમામ વર્ગ સપડાઈ રહ્યો છે. સામાન્ય માણસની સાથે મોટેરા માણસો પણ કોરોનાના કહેરથી બચી શક્યા નથી તેવામાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલનાં પિતા ભરતભાઇ પટેલનું પણ કોરોનાથી નિધન થયું છે. તેમની  યુ.એન મહેતામાં સારવાર ચાલી રહી હતી. હૃદય બંધ પડી જવાના કારણે તેમનું નિધન થયું હતું.કોરોના પોઝિટીવ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આપને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા હાર્દિક પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો, તેઓ કોરોના સંક્રમિત થતા ઘરમાં જ આઇસોલેટ થયા છે અને તબીબોની સૂચના મુજબ સારવાર કરી રહ્યા છે. આ માહિતી હાર્દિકે ટ્વીટ કરીને અપાઈ હતી.  ટ્વીટ કરતા હાર્દિકે હું કોરોના પોઝિટિવ છું અને તબીબોની સલાહ મુજબ ઘર પર ઉપચાર કરી રહ્યો છું. આ સૌની પ્રાર્થના અને પ્રેમથી જલ્દી સાજો થઈ જઈશે.