વડા પ્રધાન કાર્યાલયમાં ગૃહનાં કર્મચારીઓનાં જણાવ્યા મુજબ, પાકિસ્તાનની પ્રથમ મહિલા બુશરા બીબીની છબી અરીસામાં દેખાતી નથી. પાકિસ્તાન કેપિટલ ટીવી દ્વારા ‘ખાતુન-એ-અવ્વલ’ (પ્રથમ મહિલા) ને લઈને આવો દાવો કરવામાં આવ્યો છે. ન્યૂયોર્કમાં 74 માં યુએનજીએ સત્રમાં ભાગ લેવા ન્યૂયોર્ક જવા રવાના થતાં પહેલા પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાને તેની પત્ની બુશરા બીબી સાથે મક્કામાં તીર્થયાત્રા કરી હતી. તે બુરખામાં માથાથી પગ સુધી ઠંકાયેલી જોવા મળી હતી.
અહેવાલ મુજબ બુશરા બીબી પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાનનો પહેલી ઘૂંઘટ ધારણ કરતી પત્નિ છે. તે વિશ્વાસપાત્ર છે અને ગયા વર્ષે સત્તામાં આવવાનાં છ મહિના પહેલા વડા પ્રધાન ઇમરાન ખાન સાથે લગ્ન કર્યા હતા. અહેવાલો અનુસાર ઇમરાન ખાનની ત્રીજી પત્ની બુશરા મેનકાની તંત્ર-મંત્ર અને જાદુગર તરીકેની એક છબી છે. એવો પણ દાવો કરવામાં આવે છે કે બુશરાએ બે જિન પણ રાખ્યા છે અને તે તેઓને કાચા માંસ પીરસે છે.
બુશરા મેનકા વડા પ્રધાન અને પાકિસ્તાન તેહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ) નાં ચીફ ઇમરાન ખાનની ત્રીજી પત્ની છે. અહેવાલો અનુસાર, બુશરા તંત્રની વિદ્યાને સારી રીતે જાણે છે અને તેની પાસે ઘણી શક્તિઓ છે. લોકો માને છે કે બુશરા પાસે જે બે જિન છે, તે તેનો ઉપયોગ ઘણી જુદી જુદી વસ્તુઓ માટે કરે છે.
એવું કહેવામાં આવે છે કે જ્યારે ઇમરાન ખાનની જીંદગીમાં બધુ બરાબર ચાલતું ન હતું, ત્યારે તેનો ઝુકાવ સુફીવાદ તરફ વળ્યો. ત્યારબાદ ઇમરાને પીર બાબા ફરીદ ગંજ શાકરનાં દરબારમાં જવાનું શરૂ કર્યું અને અહીંથી જ તેઓ બુશરા બીબીને મળ્યા. જો સમાચારની વાત માની લેવામાં આવે તો બુશરાને મળ્યા બાદ ઇમરાન તેની વાતેને માનવા લાગ્યો. એવું પણ કહેવામાં આવે છે કે બુશરાની સલાહ પછી જ ઈમરાનની પાર્ટીમાં અને તેની જિંદગીમાં બધુ ઠીક થવાનુ શરૂ થયું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
