ભારતમાં આવેલી કોરોના વાયરસની બીજી લહેરે કહેર મચાવી દીધો છે અને છેલ્લા ૨ મહિનામાં મોટી સંખ્યામાં લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા હ, ત્યાર બીજી તરફ ભારત સરકાર દ્વારા કોરોનાને મ્હાત આપવા માટે લોકોને વેક્સીન આપવામાં આવી રહી છે અન દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન ચલાવાઈ રહ્યું છે.
આ દરમિયાન દુનિયામાં કેટલાક લોકો રસીકરણ અંગે કેટલીક અફવાઓ પણ ફેલાવી રહ્યા હ, ત્યારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ વાયરલ થયેલી એક પોસ્ટમાં દુનિયાના સૌથી મોટા એવોર્ડમાના એક એવા નોબેલ પુરસ્કાર વિજેતા અને ફ્રેન્ચ વાયરોલોજિસ્ટ લ્યૂક મોન્ટેનીયરને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, કોરોનાની વેક્સિન લેનારા લોકો 2 વર્ષમાં મરી જશે. આ સાથ લ્યૂક મોન્ટાનીઅરએ પુષ્ટિ કરી છે કે, જેમને આ રસી આપવામાં આવી છે તેઓ બચી નહીં શકે.
A misleading quote attributed to a French Nobel Laureate about Vaccines is being shared on Social Media with a false context.
We request citizens to not promote these unverified forwards.
Remember, Misinformation can be as deadly as the virus itself.#ThinkBeforeYouShare pic.twitter.com/jBjColRZOe
— Assam Police (@assampolice) May 25, 2021
આ પણ વાંચો :તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાના કોરોના વિશે જાગૃતિ લાવવા અને વેકસીન અંગે ગેર માન્યતાઓ દૂર કરવાના પ્રયાસો
જો કે બીજી બાજુ, દેશની સરકારી સંસ્થા પીઆઈબીએ આ પોસ્ટની તપાસ કરીને જણાવ્યું છે કે, રસી સંપૂર્ણપણે સલામત છે, આ દાવાને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે.
આ પણ વાંચો :WhatsApp એ કેન્દ્ર સરકાર પર કર્યો કેસ, જાણો શું છે કારણ?
આ સમયે કેન્દ્ર સરકારે આ પ્રકારની અફવાઓ રોકવા માટે પીઆઈબી ફેક્ટ ચેક ટીમ તરીકે ઓળખાતું ‘ફેક્ટ ચેક યુનિટ’ પણ બનાવ્યું છે, જેમાં આ તસવીરને ફોરવર્ડ ન કરવા લોકોન સલાહ આપી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,08,921 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4157 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,95,955 લોકો ઠીક પણ થયા છે.
આ પણ વાંચો :વાવાઝોડામાં ફેરવાયું ‘યાસ’, કોલકાતા એરપોર્ટ બંધ, આ 8 રાજ્યોને ઘમરોળશે

