Chris Hipkins/ ન્યુઝીલેન્ડના વડાપ્રધાન પદે ક્રિસ હિપકિન્સે શપથ લીધા, જેસિન્ડા આર્ડનની વિદાય

ક્રિસ હિપકિન્સ ન્યુઝીલેન્ડના નવા વડાપ્રધાન બન્યા છે. બુધવારે તેમણે દેશના 41માં વડાપ્રધાન તરીકે શપથ લીધા

Top Stories World
Chris Hipkins

Chris Hipkins:   ક્રિસ હિપકિન્સ ન્યુઝીલેન્ડના નવા વડાપ્રધાન બન્યા છે. બુધવારે તેમણે દેશના 41માં વડાપ્રધાન તરીકે શપથ લીધા. ન્યુઝીલેન્ડના સરકારી પ્રસારણકર્તા RNZએ આ માહિતી આપી છે. જેસિન્ડા આર્ડર્ન આજે સવારે વડાપ્રધાન તરીકે છેલ્લી વખત ન્યુઝીલેન્ડની સંસદમાં પહોંચ્યા અને સીધા સરકારી ગૃહ તરફ પ્રયાણ કર્યું હતું, જ્યાં તેમણે પોતાનું રાજીનામું સોંપ્યું. કાર્મેલ સેપુલોનીએ નાયબ વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો. વડાપ્રધાન પદ સંભાળ્યા પછી, હિપકિન્સે સંકેત આપ્યો છે કે વધતી જતી મોંઘવારીનો સામનો કરવો એ તેમની કેબિનેટ માટે પ્રાથમિકતા રહેશે.

હિપકિન્સ (Chris Hipkins) પ્રથમ વખત 2008માં ન્યુઝીલેન્ડની સંસદમાં ચૂંટાયા હતા. નવેમ્બર 2020 માં, કોરોના રોગચાળા દરમિયાન, તેમને મંત્રી તરીકે કોરોના સમયે ઉત્તમ જવાબદારી નિભાવી  હતી. આ સિવાય હિપકિન્સે પોલીસ મંત્રાલય, શિક્ષણ અને જાહેર સેવા જેવા મંત્રાલયો પણ સંભાળ્યા છે.

ઉલ્લેખનીય  (Chris Hipkins)છે કે  જેસિન્ડા આર્ડર્ને વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. જેસિન્ડા આર્ડર્નના રાજીનામા બાદ ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન પદના દાવેદારોના નામની ચર્ચા શરૂ થઈ ગઈ છે. જેમાં શરત ક્રિસ હિપકિન્સે જીતી હતી. પોતાના રાજીનામાની જાહેરાત કરતા જેસિન્ડા આર્ડર્ને કહ્યું કે તે જાણે છે કે વડાપ્રધાન પદ માટે ઘણી જવાબદારી અને સમર્પણની જરૂર પડે છે પરંતુ હવે તે તેની સાથે ન્યાય કરી શકવા સક્ષમ નથી, તેથી તે પદ પરથી હટી રહી છે પરંતુ ઘણા સાથીદારો છે જેઓ આ પદ પરથી હટી રહ્યા છે. આ જવાબદારી નિભાવવા તૈયાર છે. સારું પ્રદર્શન કરી શકે છે.

Egyptian President/આજે ઇજિપ્તના રાષ્ટ્રપતિ અને PM મોદી વચ્ચે મહત્વની દ્વિપક્ષીય બેઠક,અનેક કરારો પર થશે

pm Modi gifted a chadar for Ajmer/વડાપ્રધાન મોદીએ અજમેર શરીફના ઉર્સ માટે ચાદર ભેટમાં આપી

Cold/કડકડતી ઠંડી વચ્ચે દિલ્હી સહિત ઉત્તર ભારતમાં મોડીરાત્રે પવન સાથે ઝરમર વરસાદ,હવામાન વિભાગે આપી આ ચેતવણી