- મારા પર ટ્વિટ પરત ખેંચવા માટે દબાણ કરાતા રાજીનામુ આપ્યુંઃ અનિલ
- અભિવ્યક્તિની સ્વતંત્રતાની વાતો કરતાં પક્ષમાં જ અભિવ્યક્તિની આઝાદી નથીઃ અનિલનો આરોપ
- દેેશના બંધારણીય હોદ્દાને લગતી બાબત પર એક જ અવાજ હોવો જોઈએ
Anil-BBC-Modi: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા એકે એન્ટોનીના પુત્ર અનિલે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. અનિલ એન્ટોનીએ બુધવારે સવારે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેણે પોતાનું રાજીનામું પત્ર ટ્વીટ કર્યું. Anil-BBC-Modi પીએમ મોદી પર બનેલી વિવાદાસ્પદ બીબીસી ડોક્યુમેન્ટ્રીનો વિરોધ કર્યાના એક દિવસ બાદ જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આના પગલે હવે તે ભાજપમાં જોડાય તેવી સંભાવના ઉત્તરોતર પ્રબળ બની રહી છે.
ટ્વીટ પાછી ખેંચવાની ફરજ પડીઃ એન્ટની
ઉલ્લેખનીય છે કે, અનિલ એન્ટનીએ બીબીસીની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રી અંગે ભાજપને સમર્થન આપ્યું હતું. અનિલે કહ્યું કે મને મારી ટ્વીટ ડિલીટ કરવા માટે કહેવામાં આવ્યું, પરંતુ મેં ના પાડી દીધી. આવા લોકો જે અભિવ્યક્તિની સ્વતંત્રતાની વાત કરે છે, તેઓ મારા પર ટ્વીટ ડિલીટ કરવા દબાણ કરી રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે મારા પર આ પ્રકારની ટ્વીટ પરત ખેંચવાનું દબાણ થતાં મેં પોતે આશ્ચર્ય અનુભવ્યું હતું. આ પ્રકારની વાતચીત કોંગ્રેસ કેવી રીતે કરી શકે. વડાપ્રધાન પદ બંધારણી હોદ્દો છે અને તેની સામે કોઈપણ સવાલ આવે ત્યારે સમગ્ર દેશનો એક અવાજ હોઈ શકે. આ સંજોગોમાં કોંગ્રેસ અલગ કઈ રીતે જઈ શકે. તેમણે યાદ અપાવ્યું હતું કે આ પહેલા પણ બીબીસીએ ભારતીય વડાપ્રધાનોને ઘેર્યા ત્યારે વિપક્ષે હંમેશા એકમત થઈને સરકારને સાથ આપ્યો હતો, કારણ કે આ બંધારણીય હોદ્દો સમગ્ર દેશ માટેનો છે.
દસ્તાવેજી વિવાદ પર ભાજપને સમર્થન આપ્યું
અનિલ એન્ટોનીએ મંગળવારે કહ્યું હતું કે જેઓ બ્રિટિશ બ્રોડકાસ્ટર અને યુકેના ભૂતપૂર્વ વિદેશ સચિવ જેક સ્ટ્રોના મંતવ્યોનું સમર્થન કરે છે અને તેમને સમાયોજિત કરે છે તેઓ ભારતીય સંસ્થાઓ પર ખતરનાક દાખલો બેસાડી રહ્યા છે. કારણ કે 2003ના ઈરાક યુદ્ધ પાછળ જેક સ્ટ્રોનું મગજ હતું. તેમણે કહ્યું કે ભાજપ સાથે મોટા મતભેદો હોવા છતાં, મને લાગે છે કે આ બાબત આપણા સાર્વભૌમત્વને નુકસાન પહોંચાડશે.
