Not Set/ મનસુખ માંડવીયાના કાફલાને લોકોએ અટકાવ્યો, મંત્રીએ તાત્કાલિક રોડ બનાવવા આપી સૂચના

ગીર સોમનાથ ગીર સોમનાથમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના કાફલાને બે ગામ લોકોને અટકાવવીની ઘટના સામે આવી છે. વિરોદર અને અમરાપુર વિસ્તારના લોકોએ તેમના વિસ્તારમાં વર્ષોથી રોડ રસ્તો બનાવવામાં ન આવતા અમરાપુર ફાટક પાસે માંડવીયાના માંડવીયાના કાફલાને અટકાવ્યો હતો. લોકોની રજૂઆત સાંભળી મંત્રી પણ અવાક બન્યા હતા. રજૂઆત સાંભળીયા બાદ માંડવીયાએ માર્ગ મકાન વિભાગના અધિકારીઓને તાત્કાલિક […]

Top Stories Gujarat Trending

ગીર સોમનાથ

ગીર સોમનાથમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના કાફલાને બે ગામ લોકોને અટકાવવીની ઘટના સામે આવી છે. વિરોદર અને અમરાપુર વિસ્તારના લોકોએ તેમના વિસ્તારમાં વર્ષોથી રોડ રસ્તો બનાવવામાં ન આવતા અમરાપુર ફાટક પાસે માંડવીયાના માંડવીયાના કાફલાને અટકાવ્યો હતો.

લોકોની રજૂઆત સાંભળી મંત્રી પણ અવાક બન્યા હતા. રજૂઆત સાંભળીયા બાદ માંડવીયાએ માર્ગ મકાન વિભાગના અધિકારીઓને તાત્કાલિક ધોરણે રોડ બનાવવા સૂચના આપવામાં આવી હતી.

ઉલ્લેખનિય છે કે એક વર્ષ પૂર્વે પણ સ્થાનિકો દ્વારા મુખ્યમંત્રીના કાફલા ને રોકી આ જ રોડ માટે રજૂઆત કરવામાં આવી હતી અને મુખ્યમંત્રી એ આ રોડ બનાવી આપવાનું વચન આપ્યું હતું. તેમ છતાં રોડ રસ્તા હજુ ખખડધજ હાલતમાં હોવાથી સ્થાનિકોમાં આ મામલે રોષ જોવા મળી રહ્યો છે.