Ahmedabad News/ અસામાજીક પ્રવૃતિઓ કરતા 24 ઈસમોને એકસાથે “પાસા” તેમજ 10 ઇસમો વિરુધ્ધ તડીપાર હેઠળ કાર્યવાહી કરવામાં આવી

એકસાથે “પાસા” ના કાયદા હેઠળ કાર્યવાહી કરી રાજયની પાલારા ભુજ જેલમાં મોકલી આપેલ છે. આ સિવાય 10 ઇસમો વિરુધ્ધ તડીપારની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Top Stories Gujarat

Ahmedabad News:આગામી “રથયાત્રા” અનુસંધાને અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય રહે તેમજ લોકોમાં કોમી એખલાસ તેમજ સુરક્ષા અને સલામતી અનુભવાય તેમજ અસામાજીક તથા ગુનાહિત પ્રવૃતિઓ અટકાવવા અંગેની અસરકારક અને પરિણામલક્ષી કાર્યવાહી કરવાનાં ઉદેશ્યથી શહેરના ચાંદખેડા, અમરાઇવાડી, સાબરમતી, ઇસનપુર, કાગડાપીઠ, જી.આઇ.ડી.સી.વટવા, કારંજ, મણીનગર, નરોડા, સોલા હાઇકોર્ટ, રામોલ, શહેરકોટડા, એરપોર્ટ, નારોલ, વટવા, કાલુપુર પોલીસ સ્ટેશન વિસ્તારોના અલગ અલગ અસામાજીક પ્રવૃતિ કરતા કુલ 24 ઈસમો વિરુધ્ધમાં પોલીસ કમિશનર જી.એસ.મલિક સાહેબ નાઓએ એકસાથે “પાસા” ના કાયદા હેઠળ કાર્યવાહી કરી રાજયની પાલારા ભુજ જેલમાં મોકલી આપેલ છે. આ સિવાય 10 ઇસમો વિરુધ્ધ તડીપારની કાર્યવાહી કરવામાં આવેલ છે.

અમદાવાદ શહેરમાં અસામાજીક પ્રવૃતિઓ કરતા ઈસમો પર સખત કાર્યવાહી થાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી સુચારુરુપે ચાલે તે અર્થે અમદાવાદ શહેર પોલીસ ટીમ સંપુર્ણપણે કટિબધ્ધ છે અને આવા તત્વો વિરુધ્ધ આ પ્રકારે નિયમિતપણે કામગીરી થતી રહે તે માટે અમદાવાદ શહેરના તમામ પોલીસ અધિકારીઓ કામગીરી કરી રહયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું

આ પણ વાંચો:અમદાવાદની પુજા ટીકમાણીએ 20 પાઉન્ડનો બેકપેક લઈને સૌથી ઝડપી હાફ મેરેથોન પૂરૂ કરવાનો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત કર્યો

આ પણ વાંચો:અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, ખંડણીને લઇને 15થી વધુ લોકોએ વેપારીને માર્યો માર