Ahmedabad News/ અમદાવાદની પુજા ટીકમાણીએ 20 પાઉન્ડનો બેકપેક લઈને સૌથી ઝડપી હાફ મેરેથોન પૂરૂ કરવાનો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત કર્યો

તેમનાં 45 માં બર્થ ડે પર ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ હાંસલ કરીને વૈશ્વિક સ્તરે એક આગવી છાપ છોડી છે

Gujarat Ahmedabad

Ahmedabad News : અમદાવાદ સીટી ગર્લ પુજા ટીકમાણી એ 20 પાઉન્ડનો બેકપેક લઈને સૌથી ઝડપી હાફ મેરેથોન પૂરૂ કરવાનો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત કર્યો છે. કર્મે અને વ્યવસાયે બિઝનેશ વુમન તેમજ રનીંગ જેમનો શોખ છે, તેવા પુજા ટીકમાણી એ તેમનાં 45 માં બર્થ ડે પર ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ હાંસલ કરીને વૈશ્વિક સ્તરે એક આગવી છાપ છોડી છે. તેમણે આ ઉંમરે આ સિધ્ધિ મેળવીને સાબિત કર્યું છે કે ઉંમર એ એક માત્ર નંબર છે.

જેસલ અને પૂજા દ્વારા બનાવવામાં આવેલો ગીનીસ વર્લ્ડ રેકોર્ડનો અર્થ એ છે કે આ રેકોર્ડ અગાઉ કોઈના પણ દ્વારા બનાવવામાં આવ્યો નહોતો. તેમની અરજીને જૂન 2024માં ગીનીસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા સ્વીકારવામાં આવી હતી. તેમણે બંનેએ આ માટેની નિર્ધારિત માર્ગદર્શિકા મુજબ, તેમના આ પ્રયાસનું વીડિયોગ્રાફી મારફતે દસ્તાવેજીકરણ કર્યું હતું અને ચાર્ટર્ડ એકાઉન્ટેન્ટ્સ અને ગુજરાત પોલીસ વિભાગના અધિકારીઓ સહિતના સાક્ષીઓ દ્વારા તેનું પ્રમાણીકરણ કરાવ્યું હતું.

દ્રઢ સંકલ્પની સામે ભલભલા પડકારો ટકતા નથી એ વાતને સાબિત કરનારા સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ કૉચ જેસલ ત્રિવેદી અને બિઝનેસવિમેન પૂજા ટીકમણી એ અમદાવાદમાં હાલમાં જ યોજાયેલી બીસફલ મેરેથોનમાં ગીન વર્લ્ડ રેકોર્ડ બનાવીને અદભૂત સિદ્ધિ હાંસલ કરી છે. જેસલ ત્રિવેદીએ 40 પાઉન્ડના બેકપૅકની સાથે 50 કિલોમીટરની દોડને 8 કલાક અને 45 મિનિટમાં પૂરી કરી હતી, જ્યારે પૂજા તિકમણીએ 20 પાઉન્ડના પૅકની સાથે 21.1 કિલોમીટરની હાફ-મેરેથોન 2 કલાક અને 34 મિનિટમાં પૂરી કરી હતી. તેઓ બંને તેમના રેકોર્ડ તોડનારા પ્રયાસ માટેના સત્તાવાર પ્રમાણપત્રની રાહ જોઈ રહ્યાં છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ બેઠક યોજાઈ

આ પણ વાંચો: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં થનારી મોકડ્રીલ અંગે વિસ્તૃત જાણકારી આપી

આ પણ વાંચો: ગુજરાતના સંવેદનશીલ બોર્ડર એરિયામાં મોકડ્રીલનો આદેશ, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ યોજી બેઠક