kartik patel/ ખ્યાતિના માલિક કાર્તિક પટેલ છે કૌભાંડી, પ્લોટની સ્કીમ કરી કરોડોનું કરી નાખ્યું

કાર્તિક પટેલે ભાડજ પાસે સાંતેજમાં આવેલી સ્કીમમાં લોકોનું કરોડો રૂપિયાનું કરી નાખ્યું છે. સાંતેજમાં છ લાખ વાર વિસ્તારમાં 650 પ્લોટિંગની સ્કીમમાં કાર્તિક પટેલે કેટલાય રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા લઈને દસ્તાવેજ કરી આપ્યો નથી.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: સરકારની આયુષ્યમાન યોજનામાં લોકોના આયુષ્ય ટૂંકાવનારી ખ્યાતિ હોસ્પિટલનો માલિક કાર્તિક પટેલનો ભૂતકાળ કૌભાંડોથી ભરેલો છે. કાર્તિક પટેલે હાલની ખ્યાતિ હોસ્પિટલ બે વર્ષ પહેલાં જ ખરીદી હતી. આ હોસ્પિટલ અમદાવાદમાં પકવાન ચાર રસ્તા પાસે આવેલી છે.

કાર્તિક પટેલે ભાડજ પાસે સાંતેજમાં આવેલી સ્કીમમાં લોકોનું કરોડો રૂપિયાનું કરી નાખ્યું છે. સાંતેજમાં છ લાખ વાર વિસ્તારમાં 650 પ્લોટિંગની સ્કીમમાં કાર્તિક પટેલે કેટલાય રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા લઈને દસ્તાવેજ કરી આપ્યો નથી.

અમદાવાદમાં ભાડજ પાસે સાંતેજની સીમમાં પાર્કલેન્ડ એવન્યુ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના 650 પ્લોટિંગની સ્કીમમાં સહકારી મંડળીના કાયદાનો ભંગ કરીને કાર્તિક પટેલ આણી મડંળીએ મધ્યમ વર્ગના કુટુંબોના ઘરનું સ્વપ્નું જોનારાઓના સપનાને છિન્નભિન્ન કરી નાખ્યા છે.

લગભગ હજાર કરોડ રૂપિયાથી વધારે બજારકિંમતની આ સ્કીમમાં મંડળીના વિભાજનથી લઈને પ્લોટ ફાળવણી રૂપિયા ક્યાંથી આવ્યા જેવા નવેક બાબતે થયેલા કૌભાંડ, ગેરરીતિઓને સહકાર રજિસ્ટ્રાર દ્વારા શોધી કાઢવામાં આવી હતી. બે મહિના પહેલા અમદાવાદ કલેક્ટરને તત્કાલીન રજિસ્ટ્રાર કમલ શાહે પત્ર લખીને એકપણ રજિસ્ટ્રેશન ન થાય તેવી સૂચના આપી હતી

આમ કાર્તિક પટેલે રિયલ્ટીમાં મધ્યમ વર્ગના રોકાણકારોનું કરોડો રૂપિયા ચ્યાંઉ કરી ગયા તો પણ તેની સામે સત્તાતંત્રએ કોઈ કાર્યવાહી કરી નથી. આ તો ફક્ત રિયલ્ટી સેક્ટરના જ ભ્રષ્ટાચારની વાત થઈ, પણ કાર્તિક પટેલે તો આવા અનેક પ્રકારના ભ્રષ્ટાચાર આચર્યા છે. આશ્ચર્યની વાત એ છે કે કાર્તિક પટેલના આ કરોડો રૂપિયાના કૌભાંડ છતાં પણ તે ખુલ્લેઆમ ફરી રહ્યો છે. તેની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી નથી. તેની સામે કોઈપણ પ્રકારનાં પગલાં લેવામાં આવી રહ્યા નથી.

સ્વાભાવિક છે કે કાર્તિક પટેલને આ ભ્રષ્ટાચારમાં પણ ભ્રષ્ટ તંત્રનો પૂરેપૂરો સાથે મળ્યો છે. ભ્રષ્ટ તંત્રના સાથ વગર કોઈપણ કૌભાંડી માટે કૌભાંડ આચરવુ મુશ્કેલ છે. હવે જો કાર્તિક પટેલ સામે ભ્રષ્ટ તંત્રએ પહેલા જ પગલાં લીધા હોત તો હાલમાં લોકોએ જીવ ગુમાવવાની સ્થિતિ આવી ન હોત.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ખ્યાતિ હોસ્પિટલ મામલો : ભોજન લેવાને કારણે બે લોકોને ઈન્ફેક્શન બાદ મોત થયા હતા : સૂત્રો

આ પણ વાંચો:અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે માત્ર 6 મહિનામાં ગુજરાત સરકારને ખંખેરી નાંખી! આ અમે નહીં બોલે છે આંકડા

આ પણ વાંચો:PMJAY યોજના અંતર્ગત મેડીકલ કેમ્પમાં જાઓ તો સાચવજો! નહીંતર આવશે જીવ ગુમાવવાનો વારો!