Budget 2021/ LPG, ઘર, શિક્ષણ, વીજળી અને પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતને લઈને નવી જાહેરાતની આશા

આજે રજુ થવા જઈ રહેલા બજેટમાં સામાન્ય જનતાને રાંધણગેસ, આવાસ, વીજળી,પાણી શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી પાયાની સુવિધાઓ ને લઈને મહત્વની ભેટસોગાદો મળવાની આશા છે.ગરીબોના સ્વાસ્થ્ય

Top Stories Union budget 2025
1

આજે રજુ થવા જઈ રહેલા બજેટમાં સામાન્ય જનતાને રાંધણગેસ, આવાસ, વીજળી,પાણી શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી પાયાની સુવિધાઓ ને લઈને મહત્વની ભેટસોગાદો મળવાની આશા છે.ગરીબોના સ્વાસ્થ્ય અને શિક્ષણમાં વ્યાપક સુધારો જોવા મળી રહ્યો છે. તેના સાથે જોડાયેલી યોજનાઓને આગળ વધારવા માટે સામાન્ય બજેટમાં ખાસ ધ્યાન દેવામાં આવે તેવી શક્યતા છે.ગ્રામીણ ક્ષેત્રમાં દરેક ગરીબ પરિવારમાં મફત રાંધણ ગેસ કનેક્શન દેવાની ઉજ્વલા યોજના 2016માં રજૂ કરવામાં આવી હતી.જેનાથી 8 કરોડથી વધારે પરિવારોને કનેક્શન પ્રાપ્ત થઈ ચૂક્યા છે. આ પરિવારોને મફતમાં ગેસ સિલેન્ડર પહોંચાડવામાં આવ્યા છે. સહજ વીજળી માટે દરેક ઘર સૌભાગ્ય યોજના હેઠળ પ્રત્યેક પરિવાર ને વિજળી કનેક્શન આપવામાં આવ્યું હતું.

fitch ratings india pvt ltd: Latest News & Videos, Photos about fitch  ratings india pvt ltd | The Economic Times

Budget 2021 / બજેટમાં રિયલ્ટી અને હોટલ ઉદ્યોગના શેરોમાં તેજી માટે થશે જાહેરાત, શું કહે છે વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો

2012ની સરખામણીએ 2018માં પાયાની જરૂરિયાતોમાંથી વધારે સારી યોજના જોવા મળી હતી.જોકે હજુ પણ કેટલાક રાજ્યો એવા છે કે જ્યાં વધારે કરવાની આવશ્યકતા છે. જેમાં ઓરિસ્સા,ઝારખંડ, બંગાળ અને ત્રિપુરાનો સમાવેશ થાય છે. આ વખતના બજેટમાં ગરીબોના ઉત્થાન માટે શરૂ કરવામાં આવેલી આ યોજનાઓ પર વધારે ભાર મૂકવામાં આવી શકે છે.શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં દરેક પરિવારને 2022 સુધી પાકું મકાન આપવાનું લક્ષ્ય છે.તે ઘણી હદ સુધી સફળ રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગરીબોને પાકું મકાનો બનાવવા માટે આર્થિક સહાય આપવામાં આવી રહી છે.

budget 2021: Budget 2021: SWOT analysis of FM Sitharaman's big task at hand  - The Economic Times Video | ET Now

Budget 2021 / કેન્દ્રિય કર્મચારીઓને બજેટથી છે વધુ આશા, મોંઘવારી ભથ્થાને લઇને સરકાર આપી શકે છે મોટી ભેટ

દરેક ઘરને “નળમાંથી પાણી” આપવાની યોજના પણ ઝડપથી વિકસી રહી છે. સરકારની મહત્વાકાંક્ષી યોજના સ્વચ્છ ભારત પણ અત્યંત સફળ રહી છે. અગાઉ, જ્યાં ગ્રામીણ સ્વચ્છતા કવરેજ 39 ટકા હતું, આ મિશન હેઠળ તે વધીને 100 ટકા થઈ ગયું છે. આ યોજનાની સફળતા ટકાવી રાખવા સરકારે એકંદરે સ્વચ્છતા હાંસલ કરવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત કચરો વ્યવસ્થાપન, શૌચક્રિયા અને લોકોને શૌચાલયનો સંપૂર્ણ ઉપયોગ કરવા પ્રેરણા આપવા પર ભાર મૂકવામાં આવશે.

Budget 2021 / સરકાર ખાદ્ય સબસિડી પર આટલા ટકા વધુ કરી શકે છે ખર્ચ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…