Ahmedabad News : ખ્યાતિ હોસ્પિટલને લઈને મંતવ્ય ન્યૂઝ પાસે એક્સ્ક્લુઝીવ સમાચાર આવ્યા છે. જેમાં ખ્યાતિ હોસ્પિટલમાં 83 લોકોનું ચેક અપ કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. તે સિવાય 19 લોકોને બોરિસણા ગામે હોસ્પિટલની બસ લેવા માટે ગઈ હતી.જેમાં સાત લોકોની હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી.આ એન્જિયોગ્રાફી બાદ બે જણાના મોત નીપજ્યા હતા.
એટલું જ નહી ઓપરેશન પહેલા બે લોકોએ ભોજન લૂધું હોવાનું પણ બહાર આવ્યું છે. આમ ભોજન લેવાને કારણે બે લોકોને ઈન્ફેક્શન થયું હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. મહેસાણા આરોગ્ય વિભાગનાં અધિકારીએ આગળ જણાવ્યું કે, જો SOP નું પાલન ન કર્યાનું સિદ્ધ થશે તો હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, રાજ્યકક્ષાએ ટીમ બનાવીને આ મામલે તપાસ હાથ ધરાશે. આરોગ્ય અધિકારીએ એવું પણ કહ્યું કે, મેડિકલ કેમ્પ યોજવા પહેલા હોસ્પિટલે મહેસાણા વહિવટી તંત્રની (Mehsana Administration) પરમિશન નથી લીધી.
આ પણ વાંચો:સાબરકાંઠા જિલ્લાના માર્ગો પર મોતની સવારી આર.ટી.ઓ વિભાગ કાર્યવાહી કરવામાં નિષ્ફળ
આ પણ વાંચો:સાબરકાંઠા અકસ્માતઃ ગાંભોઈ ભિલોડા હાઇવે પર બે બાઇક ટકરાતા બેનાં મોત અને એકને ઇજા