Ahmedabad News/ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે માત્ર 6 મહિનામાં ગુજરાત સરકારને ખંખેરી નાંખી! આ અમે નહીં બોલે છે આંકડા

PMJAY યોજનાનો લાભ લેવા માટે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 11 12T201802.112 અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે માત્ર 6 મહિનામાં ગુજરાત સરકારને ખંખેરી નાંખી! આ અમે નહીં બોલે છે આંકડા

Ahmedabad News : શહેરની ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટિકના ઓપરેશન બાદ બે દર્દીઓના મોત નિપજ્યા છે, અને પાંચ દર્દી ગંભીર છે. કારણ વગર કડીના બોરીસણા ગામના 19 લોકોની બારોબાર એન્જિયોગ્રાફી અને તેમાના 7ની એન્જિયોપ્લાસ્ટી કરી નાંખીને PMJAY યોજનાનો લાભ લેવા માટે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને ગંભીરતાથી લઈને સરકાર તપાસ કરી રહી છે. પરંતુ ખ્યાતિ હોસ્પિટલે અંગે એક મોટો ખુલાસો થયો છે. ખ્યાતિ હોસ્પિટલે છેલ્લા છ મહિનામાં આ રીતે ખોટી રીતે સારવાર, ઓપરેશન કરી કરીને સરકાર પાસેથી PMJAY યોજનાના 3.66 કરોડ રૂપિયા ખંખેર્યા હોવાની વાત સામે આવી છે. ખ્યાતિ હોસ્પિટલે કઈ સારવારના કેટલા રૂપિયા લઈ લીધા તેની તમામ વિગતો ખૂલી છે.

મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલે છેલ્લા છ મહિનામાં સરકારમાંથી 3 કરોડ 66 લાખ 87 હજાર 143 રૂપિયા ઓઈયા કરી લીધા હોવાના પુરાવા હાથ લાગ્યા છે. 1 જૂન-2024થી લઈને 12 નવેમ્બર-2024 સુધીની વાત કરીએ તો કુલ 650 કેસમાં 3.66 કરોડ રૂપિયા લેવામાં આવ્યા છે. જેમાંથી 605 તો કાર્ડિયોલોજી કેસના જ 2.77 કરોડ લીધા છે. કુલ 45 સર્જરી પેટે રાજ્ય સરકારમાંથી 89.87 લાખની રકમ ઓળવી લીધી. તો છેલ્લા છ મહિનામાં 380 એન્જિયોગ્રાફી, 220 એન્જિયોપ્લાસ્ટી અને 36 બાયપાસ સર્જરી પણ છ મહિનામાં કરી છે.તો મૃતક સેનમા નાગરભાઈના જમાઈ પોપટ સેનમાએ ZEE 24 કલાક સાથે વાતચીતમાં જણાવ્યું કે, ગામમા હોસ્પિટલ તરફથી સ્ટાફ આવી 80-90 લોકોની તપાસ કરવામાં આવી હતી. બોરીસણા ગામના 19 લોકો ને સારવાર માટે એમ્બયુલન્સમા અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમા લાવવામાં આવ્યા હતી.

કુલ 19 માંથી 12 ની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. જેમાં 12 માંથી બે દર્દીના મોત નિપજ્યા છે. સેનમા નાગરભાઈ અને મહેશ બારોટનું મોત નિપજ્યું છે. ઑપરેશન પહેલા હોસ્પિટલ તરફથી પરિવારને જાણ કરવામાં આવી ન હતી. તમામ લોકો અમદાવાદ આવ્યા એ પહેલા સ્વસ્થ હતા. આ ઓપરેશનના PMJAY યોજનામાંથી 1 લાખ 28 હજાર રૂપિયા કપાયા છે. ત્યારે સરકારી યોજનાનો ખોટો લાભ લેતી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. દર્દીઓના મોત બાદ તેમના સગાઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી.અમદાવાદના એસજી હાઈવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલની વધુ એક ભૂલ છતી થઈ છે. અગાઉ પણ ખ્યાતિ હોસ્પિટલે માસુમોના ભોગ લીધા છે. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આ કોભાંડ બીજીવાર સર્જાયું છે. વર્ષ 2022 માં પણ આજ કોભાંડ આચરવામાં આવ્યું હતું. સાણંદના તેલાવ ગામમાં કેમ્પ યોજી લોકોને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. ત્રણ દર્દીઓને હોસ્પિટલમાં લાવી સ્ટેન્ટ મુક્તા દર્દીનું મોત થયું હતું. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ કરી હતી. ત્યારે ફરી એક વખત ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આવુ જ કૌભાંડ આચરાયું છે.

ખ્યાતિ હોસ્પિટલમાં મોતનું કૌભાંડ સામે આવતા જ ખ્યાતિ ગ્રુપના ચેરમેન કાર્તિક પટેલ ભૂર્ગભમાં ઉતરી ગયા છે. બે નિર્દોષના મોત છતાં કાર્તિક પટેલ ક્યાંય જોવા મળ્યા નથી. બે-બે દર્દીના મોત છતાં કાર્તિક પટેલના પેટનું પાણી હાલ્યું નથી. ખ્યાતિ ગ્રુપના ચેરમેન કાર્તિક.જે.પટેલ ક્યારે આવશે બહાર? ખ્યાતિ ગ્રુપની હોસ્પિટલનું તમામ સંચાલન ચિરાગ રાજપૂત કરે છે. હોસ્પિટલમાં ચિરાગ રાજપૂતની મુખ્ય ભૂમિકા હોવાનું સામે આવ્યું છે. ચિરાગ રાજપૂત ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર છે.

ખ્યાતિ હોસ્પિટલનની ઘટના પર PMJAY ડાયરેક્ટર યુ.બી.ગાંધીએ નિવેદન આપતા જણાવ્યું કે, પીએમજેવાયના રૂપિયા લેવા માટે આ પ્રકારની ઘટના બની હોવાનું સરકારને પણ ધ્યાનમાં આવ્યું છે. આ અંગે તપાસ ચાલી રહી છે અત્યારે હોસ્પિટલના તમામ રૂપિયા હોલ્ટ પર મૂકી દેવામાં આવ્યા છે. તપાસ દરમિયાન આ હકીકતો સામે આવશે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે. આ પ્રકારની ઘટનાઓમાં આવી હોસ્પિટલો સામે પગલા ભરવામાં આવે છે. અમારી કોઈપણ જાતની મંજૂરી સાથે હોસ્પિટલે સારવાર કેમ્પ કર્યો ન હતો.

PMJAY માં દર્દીઓ આવતા હોવાથી તેઓને વિનામૂલ્યે લઈ લાવા લઈ જવાની સગવડ હોસ્પિટલ દ્વારા પૂરી પાડવામાં આવી હતી. આમાં PMJAY ની કોઈ મંજૂરી ન હતી. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેમ્પ બોરીસણા ગામ ખાતે આયોજન કરાયો હતો. દર્દીઓને હોસ્પિટલ લઈ જઈ એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. એક્સ્પર્ટ ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવશે કે ખરેખર ઓપરેશનની જરૂર હતી કે નહિ. હોસ્પિટલના દર્દીઓના પેમેન્ટ હોલ્ડ પર મુકી દઈશું. ડોક્ટર અને હોસ્પિટલ સસ્પેન્શનના પગલા લેવાયા છે. PMJAY ના નામે જોગવાઈ નથી. કેમ્પની કાર્યવાહી ન કરવા સૂચના આપીશું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતના આઠ જિલ્લામાં કોલેરા ફેલાયો, આરોગ્ય તંત્ર ખડેપગે

આ પણ વાંચો: શહેરમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉચકયું, દર્દીઓની સંખ્યા વધી, કોલેરાનાં 3 કેસ

આ પણ વાંચો: ઉપલેટામાં એક-બે કે ત્રણ નહીં પણ કોલેરાથી આટલા બાળકોના થયા મોત…