Not Set/ મહાજંગ-2019 : ભાજપને મળી રહ્યો છે જનતાનો આશિર્વાદ, શું આવી રહી છે દેશમાં ફરી એકવાર મોદી સરકાર?

દેશમાં એકવાર ફરી મોદી લહેેર દેખાઇ રહી છે. અત્યાર સુધીનાં મોટાભાગનાં વલણો ભાજપ તરફ દેખાઇ રહ્યા છે. આજનાં વલણોમાં ભાજપને 2014થી વધુ સીટો મળતી દેખાઇ રહી છે. ભાજપનાં વરિષ્ઠ નેતા ડૉ.સંબિત પાત્રા જીત તરફ અગ્રેસર થઇ રહ્યા છે. PM મોદી અને અખિલેશને બઠત મળી રહી છે. BJP leader Dr Sambit Patra leading by over 700 […]

Top Stories India

દેશમાં એકવાર ફરી મોદી લહેેર દેખાઇ રહી છે. અત્યાર સુધીનાં મોટાભાગનાં વલણો ભાજપ તરફ દેખાઇ રહ્યા છે. આજનાં વલણોમાં ભાજપને 2014થી વધુ સીટો મળતી દેખાઇ રહી છે. ભાજપનાં વરિષ્ઠ નેતા ડૉ.સંબિત પાત્રા જીત તરફ અગ્રેસર થઇ રહ્યા છે. PM મોદી અને અખિલેશને બઠત મળી રહી છે.

ગાંધીનગરથી PM મોદીનાં માતા હીરાબાએ મીડિયા સમક્ષ આવ્યા હતા. તેમની આંખોમાં દિકરાની જીતનો આશાવાદ સ્પષ્ટ દેખાઇ રહ્યો હતો. આપને જણાવી દઇએ કે, ગાંધીનગર બેઠકથી ભાજપનાં અધ્યક્ષ અમીત શાહ લડી રહ્યા છે, જ્યારે PM મોદી વારાણસીથી મેદાન મારવા જઇ રહ્યા છે.

 

હાલની સ્થિતિ મુજબ ભાજપ અને સાથી પક્ષો(NDA) દેશમાં 333 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ અને સાથી પક્ષો(UPA)104 બેઠક પર આગળ ચાલી રહ્યા છે. જ્યારે ત્રાજો મોરચા સહિતનાં તમામ અન્ય પક્ષોની સ્થિતિ 105 બેઠક પર આગળ ચાલી રહ્યાની જોવા મળી રહી છે. ભાજપનાં ઉમેદવાર ક્રિકેટર ગૌતમ ગંભીર, મીનાક્ષી લેખી 1-1 તો હંસરાજ હંસ અને મનોજ તિવારી પોણા બે લાખ મતોથી આગળ. મધ્ય પ્રદેશના ગુનાથી કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા 27,000 વોટથી પાછળ.

સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે પોતાની જીતનાં વિશ્વાસ સાથે કહ્યુ કે, નિશ્ચિત મારી જીત થશે, મારી જીતમાં ધર્મની જીત થશે, અધ્રમનો નાશ થશે, હુ ભોપાલની જનતાનું અભિવાદન કરુ છુ.