માસિક ધર્મ વિવાદ મામલે આજે રાજ્ય મહિલા આયોગની ટીમ ભુજની મુલાકાત લેશે.ભુજની સહજાનંદ કોલેજમાં વકરેલા માસિધ ધર્મના વિવાદને લઈને ત્રણ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.જ્યારે ચાર લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. મહિલા આયોગ દ્વારા વિદ્યાર્થિનીઓ, ટ્રસ્ટીઓ, શિક્ષકોના નિવેદન લેવામાં આવ્યા છે.
યુનિ.નાં ઈન્ચાર્જ મહિલા કુલપતિએ કોલેજનાં બચાવમાં નિવેદન આપ્યું હતું કે, ‘તપાસમાં છાત્રાઓનો વાંક જણાયો છે તેઓએ માસિકધર્મમાં હોવાની કબુલાત કરી નહોતી. આ હોસ્ટેલના નિયમનો મામલો છે.’
આપને જણાવી દઈએ કે,આ મામલાને લઈને આચાર્ય, સુપરવાઈઝર, કો-ઓર્ડિનેટર અને પ્યુન સામે ફરિયાદ નોંધાઈ છે. ત્રણને સસ્પેન્ડ કરી દેવાયા છે. જો કે સમગ્ર મામલે ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદ ન થતા અનેક તર્કવિતર્કો વહેતા થયા છે.
સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં કોલેજની વિદ્યાર્થિનીઓના કપડાં ઉતારીને તેમના માસિક ધર્મ અંગે તપાસ કરાતા ચકચાર મચી જોવા પામ્યો હતો. ઇન્સ્ટિટ્યૂટ કરવામાં આવેલી આવી કરણીથી વિવાદનાં વમળો સર્જાયા છે.
રાજ્યભરમાં ચકચાર મચાવનારા આ કેસમાં યુવતીએ ફરિયાદમાં જણાવ્યુ છે કે, આરોપીઓએ તેને અને અન્ય સાક્ષી યુવતીઓને ધમકી આપી હતી કે, તમે આ બાબતે જો કયાંય ફરિયાદ કરશો તો તમને સંસ્થામાંથી કાઢી મુકવામાં આવશે. બળજબરીપૂર્વક લખાણ પણ લખાવડાવી લીધુ હતુ.
આ મુદ્દે પોલીસે આરોપીઓ સામે ભારતીય દંડ સહિતાની કલમ 384, 506, 355, 104 અને 114 હેઠળ ચારેય સામે ગુનો નોંધી કરી મહિલા પીએસઆઈ લગધીરકાને તપાસ સોંપવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
