Somnath News/ કોડિનારમાં માતા સહિત બે બાળકીના ડૂબી જવાથી મોત

લાંબી શોધખોળ બાદ Drown ગયેલી  બંને બાળકીના મૃતદેહો પણ કુંડમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા

Top Stories Gujarat Others
Drown

Somnath News : સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. તાલુકાના આદપોકર ગામ નજીક આવેલા Adinath Mahadev Temple પાસેના કુંડમાં ડૂબી (Drown)જવાથી (Drown)માતા અને તેની બે નાની દીકરીઓના કરુણ મોત નિપજ્યા હતા. આ દુખદ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

નાની બહેનને બચાવવા મોટી બહેન કુંડમાં ઉતરી

મળતી માહિતી મુજબ પરિવાર મંદિર દર્શન માટે ગયો હતો. તે દરમિયાન નાની દીકરીનો અચાનક પગ લપસતા તે કુંડમાં પડી ગઈ હતી. તેને બચાવવા મોટી બહેન તરત જ પાણીમાં ઉતરી હતી, પરંતુ બંને પાણીના ઘેરા પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. દીકરીઓને બચાવવાના પ્રયાસમાં માતા પણ કુંડમાં કૂદી પડ્યા, પરંતુ દુર્ભાગ્યવશ ત્રણેય પાણીમાં ડૂબી (Drown)ગયા હતા.

બચાવ કામગીરી છતાં જીવ બચી શક્યા નહીં

ઘટનાની જાણ થતા જ સ્થાનિક તરવૈયાઓ અને કોડીનાર નગરપાલિકાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. માતાને ગંભીર હાલતમાં કોડીનારની રાનાવાળા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. લાંબી શોધખોળ બાદ ડૂબી  (Drown) ગયેલી  બંને બાળકીના મૃતદેહો પણ કુંડમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

મૃતકોમાં ઇલાબેન વંશ (ઉંમર: 40 વર્ષ) – માતા, રિતિકાબેન (ઉંમર: 10 વર્ષ) – પુત્રી અને એંજલબેન (ઉંમર: 6 વર્ષ) – પુત્રીનો સમાવેશ થાય છે.

એક જ પરિવારના ત્રણ સભ્યોના અકાળ અવસાનથી આદપોકર ગામ સહિત સમગ્ર કોડીનાર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ગામજનોમાં દુઃખ અને ગમગીનીની લાગણી વ્યાપી ગઈ છે.


આ પણ વાંચો : ભાવનગરમાં કુંભારવાડાના રિક્ષા ચાલકનું દેવગણ નદીમાં ડૂબી જવાથી મોત

આ પણ વાંચો : અડાલજ કેનાલમાં દિકરીના ગોરોના ઝવેરા પધરાવવા ગયેલા ડોક્ટરનું ડૂબી જવાથી મોત, દિકરીએ ડૂબતા પિતાને જોઈને બૂમાબૂમ કરી

આ પણ વાંચો : પાંડવ કુંડમાં નાહવા પડેલાં વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મોત