Amreli News/ અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો

અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજુલા, ખાંભા, ધારી ગીર અને જાફરાબાદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

Trending Gujarat

જેમ કે થોડા દિવસ પહેલા જ હવામાન દ્વારા અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે  રાજ્યામાં ભારેથી અતી ભારે વરસાદની આગાહી કરી હતી. તેથી ગુજરાતમાં હવામાન બદલાયું છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી રહ્યો છે.

જેની અસર અમરેલીમાં પણ જોવા મળી છે.  અમરેલી પંથકમાં મોડી રાતથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજુલા, ખાંભા, ધારી ગીર અને જાફરાબાદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજુલામાં છેલ્લા 24 કલાકમાં 9 ઇંચ ખાબક્યો વરસાદ વરસ્યો. ભારે વરસાદને લઈ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. લીલીયા ગ્રામ્ય વિસ્તારમાં મોડી રાત સુધી ધોધમાર વરસાદી ઝાપટા પડ્યા હતો.  અને રાજુલા શહેર અને ગ્રામ્યમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. માવઠાના કહેરના કારણે ખેડૂતોની હાલત કફોડી કરી નાખી છે.

અમરેલીમાં ધાતરવડી ડેમ-2ના એકસાથે 19 દરવાજા ખોલવામાં આવ્યા હતા. ડેમના દરવાજા ખોલાતા નિચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યો હતો. ખાખબાઈ, હિંડોરણા, વડ-રામપરા, ઉછેયા, ભેરાઇ, ભચાદર સહિતના ગામોને પણ એલર્ટ આપવામાં આવ્યા છે. ખાખબાઈ ગામમાં વરસાદી પાણી પ્રવેશતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: આગામી 48 કલાક સૌરાષ્ટ્ર પર ભારેઃ અંબાલાલ પટેલની આગાહી

આ પણ વાંચો: નર્મદામાં ભૂસ્ખલનઃ ભેખડ ધસી પડતા 3 મજૂરો મોતને ભેટ્યા

આ પણ વાંચો: જૂનાગઢમાં કપાસિયા તેલના ડબ્બામાં મરેલો ઉંદર મળતા ભારે હોબાળો, ત્રણને અસર