Gujarat Local Body Election 2026/ મતદાન પહેલા જ ભાજપનો દબદબો, અનેક જિલ્લાઓમાં બિનહરીફ જીતથી રાજકીય ગરમાવો

ગુજરાતમાં સ્થાનિક ચૂંટણી પહેલા જ ભાજપ (BJP)ને મોટી લીડ. ભરૂચ, ખેડા, નવસારી અને પોરબંદરમાં અનેક ઉમેદવારો બિનહરીફ જીતતા રાજકીય ગરમાવો.

Top Stories Gujarat Others Breaking News
ચૂંટણી પહેલા જ પરિણામ? BJPએ અનેક બેઠકો બિનહરીફ જીતી

Gujarat News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ રાજકીય વાતાવરણ ગરમાયું છે, પરંતુ મતદાન થાય તે પહેલા જ અનેક વિસ્તારોમાં ભાજપે (BJP) મજબૂત લીડ મેળવી લીધી છે. વિવિધ જિલ્લાઓમાં વિરોધ પક્ષના ઉમેદવારો મેદાનમાં ન ઉતરતા અથવા ફોર્મ પાછા ખેંચતા ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.

ભરૂચ અને ખેડામાં ભાજપે (BJP) ખાતું ખોલ્યું

ભરૂચ તાલુકા પંચાયતની પાલેજ-2 બેઠક પર ભાજપના ઉમેદવાર ચારુલ પટેલ બિનહરીફ જાહેર થયા છે. આ બેઠક પર કોઈપણ વિરોધી ઉમેદવાર ન હોવાને કારણે ભાજપને સરળ જીત મળી છે. તે જ રીતે, ખેડા તાલુકા પંચાયતની પરસાતજ બેઠક પર ભાજપના રાયસંગભાઈ ગોહિલ પણ બિનહરીફ વિજેતા બન્યા છે. આ જીતથી બંને જિલ્લાઓમાં ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

BJP

નવસારી જિલ્લામાં બિનહરીફ બેઠકોનો વરસાદ

નવસારી જિલ્લામાં ભાજપે (BJP) વધુ મજબૂત સ્થિતિ બનાવી છે. અહીં દેવસર અને બિગરી જિલ્લા પંચાયત બેઠકો બિનહરીફ થઈ છે. આ ઉપરાંત ચીખલી વિસ્તારની ઘેજ અને સમરોલી બેઠકો તેમજ ગણદેવી તાલુકા પંચાયતની ચાર બેઠકો પર પણ ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. વિરોધ પક્ષના ઉમેદવારો ન હોવાને કારણે ભાજપ માટે માર્ગ વધુ સરળ બન્યો છે.

પોરબંદરમાં પણ ભાજપનો પ્રભાવ

પોરબંદર તાલુકા પંચાયતમાં પણ ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. અહીં રાતીયા, ગોસા અને રોજીવાડા બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા હોવાની માહિતી મળી રહી છે. આ જીત સાથે ભાજપે ચૂંટણી પહેલા જ મજબૂત સ્થિતિ બનાવી લીધી છે અને કાર્યકરોમાં આત્મવિશ્વાસ વધ્યો છે.


આ પણ વાંચો:આણંદમાં ચૂંટણી પહેલા ભાજપને મોટી લીડ, અનેક બેઠકો બિનહરીફ જીત

આ પણ વાંચો:ફોર્મ ભરતી વખતે કોંગ્રેસ ઉમેદવારના પતિની હરિયાણા પોલીસ દ્વારા અટકાયત

આ પણ વાંચો:ફોર્મ ન ભરાતા AAP મહિલા ઉમેદવારનો આત્મહત્યાનો પ્રયાસ