up news/ ટેટૂના ચક્કરમા 68 મહિલાઓ થઈ HIV પોઝીટીવ

આજકાલ ટેટુ પડાવું એ જાણે એક ટ્રેન્ડ બની ગયો છે લોકો અવનવા ટેટુ પડાવતા હોય છે પરંતુ શું તમે જાણો છો કે એ ખુબજ ખતરનાક સાબિત થઇ શકે છે.

Top Stories India Breaking News

Up News: આજકાલ ટેટુ (Tattoo)પડાવું એ જાણે એક ટ્રેન્ડ બની ગયો છે લોકો અવનવા ટેટુ પડાવતા હોય છે પરંતુ શું તમે જાણો છો કે એ ખુબજ ખતરનાક સાબિત થઇ શકે છે.જી હા.. એક ટેટૂને કારણે ઉત્તર પ્રદેશમા 68 મહિલાઓ એઈડ્સ જેવી જીવલેણ બીમારીથી પીડિત હોવાનું આમે આવ્યું છે.

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે જેમાં 68 મહિલાઓ એઈડ્સ જેવી જીવલેણ બીમારીથી પીડિત હોવાનું જાણવા મળ્યું છે. આ મહિલાઓ જ્યારે પ્રિનેટલ ચેકઅપ અને કાઉન્સેલિંગ માટે જિલ્લા મહિલા હોસ્પિટલમાં આવી ત્યારે તેઓ HIV પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું હતું.

કાઉન્સેલિંગ દરમિયાન, આમાંથી 20 મહિલાઓએ કહ્યું કે તેમને શંકા છે કે શરીર પર ટેટૂને કારણે તેમને આ ચેપ લાગ્યો છે. આ તમામ મહિલાઓએ તેમના ટેટૂ રોડસાઇડ ટેટૂ આર્ટિસ્ટ દ્વારા કરાવ્યા હતા. આ પછી તેમની તબિયત લથડી હતી.

હોસ્પિટલના કાઉન્સેલરના જણાવ્યા મુજબ દર વર્ષે પંદરથી વીસ મહિલાઓ એચઆઈવી પોઝીટીવ જોવા મળે છે. કાઉન્સિલરની તપાસમાં જાણવા મળ્યું છે કે 68માંથી 20 મહિલાઓ ચાર વર્ષ સુધી સ્ટ્રીટ ટેટૂ આર્ટિસ્ટ પાસેથી ટેટૂ કરાવ્યા બાદ એચઆઈવીનો શિકાર બની હતી.

ઈન્ફેક્શન વિશે માહિતી આપતા મહિલા હોસ્પિટલના ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટે જણાવ્યું કે એચઆઈવી અને હેપેટાઈટિસ લોહીના સંપર્કથી ફેલાય છે. જો ટેટૂ કરાવતી વખતે સોયમાં ચેપ લાગે તો એચઆઈવી સંક્રમણની શક્યતા રહે છે. હોસ્પિટલના કાઉન્સેલરે લોકોને સંક્રમણથી બચવા માટે કોઈપણ પ્રકારના લોહીના સંપર્કથી દૂર રહેવાની સલાહ આપી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:HIV પોઝિટિવ યુવતીના ‘પ્રેમ’માં કેવી રીતે ફસાયા 20 લોકો? પોતે પણ થઇ શિકાર, 15 પત્નીઓ પણ બીમાર

આ પણ વાંચો:બિહારના આ જિલ્લામાં HIV એઈડ્સનો વિસ્ફોટ, 3583 દર્દીઓ મળી આવતા ખળભળાટ

આ પણ વાંચો:તિહાર જેલમાં 125 કેદીઓ HIV પોઝિટિવ, 200 કેદીઓને સિફિલિસ