Chhattisgarh News/ હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય,આત્મહત્યા કેસમાં આરોપી નિર્દોષ

Chhattisgarh News : છત્તીસગઢ (Chhattisgarh) હાઈકોર્ટે આત્મહત્યા (Suicide) માટે ઉશ્કેરણીના એક મહત્વપૂર્ણ કેસમાં નોંધપાત્ર ચુકાદો આપતા જણાવ્યું છે કે ઉછીના આપેલા પૈસા પરત માંગવા, વારંવાર સંપર્ક કરવો અથવા કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી આપવી માત્રથી આત્મહત્યા માટે ઉશ્કેરણી (Abetment to Suicide)નો ગુનો સાબિત થતો નથી. આ કેસ ધમતરી જિલ્લાના બલિયારા ગામનો છે. વર્ષ 2014માં તત્કાલીન સરપંચ […]

Top Stories India
છત્તીસગઢ (Chhattisgarh) હાઈકોર્ટે આત્મહત્યા (Suicide) માટે ઉશ્કેરણીના એક મહત્વપૂર્ણ કેસમાં નોંધપાત્ર ચુકાદો આપ્યો છે

Chhattisgarh News : છત્તીસગઢ (Chhattisgarh) હાઈકોર્ટે આત્મહત્યા (Suicide) માટે ઉશ્કેરણીના એક મહત્વપૂર્ણ કેસમાં નોંધપાત્ર ચુકાદો આપતા જણાવ્યું છે કે ઉછીના આપેલા પૈસા પરત માંગવા, વારંવાર સંપર્ક કરવો અથવા કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી આપવી માત્રથી આત્મહત્યા માટે ઉશ્કેરણી (Abetment to Suicide)નો ગુનો સાબિત થતો નથી.

આ કેસ ધમતરી જિલ્લાના બલિયારા ગામનો છે. વર્ષ 2014માં તત્કાલીન સરપંચ બલરામ માંડવીએ જંતુનાશક દવા પીને આત્મહત્યા કરી હતી. ઘટનાસ્થળેથી મળેલી સુસાઇડ નોટમાં કોન્ટ્રાક્ટર અશોક કુમાર વાધવાનીનું નામ લખાયેલું હતું. મૃતકના પરિવારે આરોપ મૂક્યો હતો કે કોન્ટ્રાક્ટર દ્વારા સતત પૈસાની માંગણી અને દબાણ કરવામાં આવતું હતું, જેના કારણે સરપંચ માનસિક તણાવમાં આવી ગયા હતા.

આ મામલે ટ્રાયલ કોર્ટે અશોક વાધવાનીને ભારતીય દંડ સંહિતાની કલમ 306 હેઠળ દોષિત ઠેરવી સાત વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. જોકે, આરોપીએ આ ચુકાદા સામે હાઈકોર્ટમાં અપીલ કરી હતી.

કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે નોંધ્યું કે આરોપીએ મૃતકને આત્મહત્યા કરવા માટે સીધી કે પરોક્ષ રીતે ઉશ્કેર્યા હોવાના પૂરતા પુરાવા ઉપલબ્ધ નથી. કોર્ટે જણાવ્યું કે કોઈપણ લેણદારને પોતાની રકમ વસૂલવાનો કાયદેસર અધિકાર છે અને માત્ર પૈસાની માંગણી કરવી અથવા કાનૂની પગલાંની વાત કરવી આત્મહત્યા (Suicide) માટે ઉશ્કેરણી સમાન ગણાવી શકાય નહીં.

સુનાવણી દરમિયાન એ પણ સામે આવ્યું કે મૃતક પર બેંકની લોનનું દબાણ હતું. ટ્રેક્ટરની લોનના હપ્તા ન ભરાતા બેંકે ટ્રેક્ટર જપ્ત કરીને તેની હરાજી કરી હતી. હાઈકોર્ટે માન્યું કે આર્થિક મુશ્કેલીઓ અને બેંકની કાર્યવાહી પણ આત્મહત્યાના કારણોમાં સામેલ હોઈ શકે છે.

કોર્ટે SC/ST એક્ટ હેઠળના આરોપો અંગે પણ કહ્યું કે મૃતકને તેની જાતિ ઓળખના આધારે હેરાન કરવામાં આવ્યો હોવાના કોઈ વિશ્વસનીય પુરાવા નથી. પરિણામે, આ આરોપો પણ ટકી શક્યા નહીં.

તમામ પુરાવા અને દલીલોને ધ્યાનમાં લઈને હાઈકોર્ટે અશોક કુમાર વાધવાની સામેની સાત વર્ષની સજા રદ કરી અને તેમને નિર્દોષ જાહેર કર્યા. સાથે જ મૃતકના પરિવાર દ્વારા સજા વધારવાની અને SC/ST એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરતી અરજી પણ ફગાવી દીધી.


આ પણ વાંચો : આણંદની હોસ્ટેલમાં વિદ્યાર્થીનો આપઘાત

આ પણ વાંચો : પ્રેમ લગ્નનો દુઃખદ અંજામ, દીકરી સામે માતાનો આપઘાત

આ પણ વાંચો : વડોદરામાં દોસ્તીના વિરહનો કરૂણ અંત, મિત્રના મોતના આઘાતમાં બે યુવકોએ 24 કલાકમાં આપઘાત કર્યો