કારોબારી બેઠક/ ભાજપ પ્રદેશ કારોબારી બેઠક 23 અને 24 જાન્યુઆરીએ સુરેન્દ્રનગરમાં યોજાશે, આ રણનીતિ પર થશે ચર્ચા

ભાજપની રાષ્ટ્રીય કારોબારી પૂર્ણ  થઈ ચૂકી છે ત્યારે હવે ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠક મળશે. પ્રદેશ કારોબારી બેઠક સુરેન્દ્રનગરમાં 23 અને 24 જાન્યુઆરીના રોજ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં સુરેન્દ્રનગર ખાતે  મળશે

Top Stories Gujarat
 bjp meeting

 bjp meeting;  ભાજપની રાષ્ટ્રીય કારોબારી પૂર્ણ  થઈ ચૂકી છે ત્યારે હવે ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠક મળશે. પ્રદેશ કારોબારી બેઠક સુરેન્દ્રનગરમાં 23 અને 24 જાન્યુઆરીના રોજ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં સુરેન્દ્રનગર ખાતે  મળશે. બેઠકમાં 2024ની ચૂંટણીને લઈ રણનીતિ  તૈયાર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ભાજપની  (bjp meeting) ઐતિહાસિર જીત બાદ ભાજપની પ્રદેશ  પ્રદેશ કારોબારીની બેઠકનું આયોજન સુરેન્દ્રનગર શહેરમાં તા. 23 અને 24 જાન્યુઆરીના  યોજવામાં આવશે, સુરેન્દ્રનગર ખાતે મળનારી પ્રદેશ ભાજપની કારોબારી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી મંડળના સભ્યો સહિત તમામ ધારાસભ્યો અને કારોબારીના હોદેદારો ભાગ લેશે. તેમજ પ્રદેશ કારોબારીમાં રાષ્ટ્રીય કારોબારીના આર્થિક, રાજકીય પ્રસ્તાવને સમર્થન આપવામાં આવશે.કારોબારી બેઠક દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સર્કિટ હાઉસમાં રોકાણ કરશે. જ્યારે અન્ય નેતાઓ હોટલ તથા કાર્યકર્તાઓન ઘરે રોકાણ કરી તેમનો ઉત્સાહ વધારશે.નોંધનીય છે આ બેઠકમાં કાર્યકરોનો ઉત્સાહ વધારવામાં માટે  નેતાઓ કાર્યકરના ઘરે  રાત્રિ રોકાણ કરીને સંગઠન અંગે વિસ્તૃત ચર્ચા પણ કરશે.

આગામી ( bjp meeting) લોકસભાની ચૂંટણી માટે સગંઠન અને રણનીતિ પર કામ કરવામાં આવશે ,હાલ ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય બેઠક મળી હતી જેમાં નરેન્દ્ર મોદીએ અનેક બાબતો પર વાત કરી હતી જેમાં ખાસ કરીને ચૂંટણીની રણનીતિ પર ભાર મુક્યો હતો , મુસ્લિમ સમાજની ટીકા ટીપ્પણી નહીં કરવા પર સંબોધન પર ભાર મૂક્યો હતો. આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ હેટ્રીક  નોંધાવે તે અંગે હાલ રણનીતિ બનાવી છે તેના પર કામ કરવામાં આવી રહ્યુું છે.

australian open/રાફેલ નડાલ ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી બહાર,65માં ક્રમાંકના ખેલાડીએ સર્જોયો અપસેટ

વિરોધ પ્રદર્શન/મથુરામાં બાંકે બિહારી મંદિરના કોરિડોરનો સખ્ત વિરોધ,જાણો શું છે માંગ…

અનોખું મંદિર/સુરતનું એક એવું મંદિર કે જ્યાં બધા પૂરી કરવા ભક્તો ચડાવે છે જીવતા કરચલા