australian open/ રાફેલ નડાલ ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી બહાર,65માં ક્રમાંકના ખેલાડીએ સર્જોયો અપસેટ

ડિફેન્ડિંગ ચેમ્પિયન રાફેલ નડાલ ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી બહાર થઈ ગયો છે. ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં તેને સીધા સેટમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

Top Stories Sports
Australian Open

Australian Open:   ડિફેન્ડિંગ ચેમ્પિયન રાફેલ નડાલ ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી બહાર થઈ ગયો છે. ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં તેને સીધા સેટમાં હારનો સામનો કરવો પડ્યો હતો. યુએસએના મેકેન્ઝી મેકડોનાલ્ડે નડાલને 6-4, 6-4, 7-5થી હરાવી ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. મેકડોનાલ્ડે વર્ષના પ્રથમ ગ્રાન્ડ સ્લેમમાં ટોચના ક્રમાંકિત નડાલ સામે તેની કારકિર્દીની સૌથી મોટી જીત મેળવી હતી. અમેરિકન ખેલાડીએ મેચની શાનદાર શરૂઆત કરી હતી અને તે પહેલા સેટથી જ સારી ટચમાં જોવા મળ્યો હતો. જોકે નડાલ પણ શરૂઆતમાં સારા ફોર્મમાં હતો, પરંતુ તે મેચની વચ્ચે જ ઈજાગ્રસ્ત થઈ ગયો અને તેની લય બગડી ગઈ. આનો ફાયદો ઉઠાવીને અમેરિકન ખેલાડીએ ટૂર્નામેન્ટનો સૌથી મોટો અપસેટ સર્જોયો હતો.

રાફેલ નડાલને અમેરિકાના મેકેન્ઝી મેકડોનાલ્ડે સીધા સેટમાં 6-4, 6-4, 7-5થી હરાવ્યો હતોઆ મેચ દરમિયાન નડાલને ઈજા થઈ હતી. બીજા સેટ દરમિયાન નડાલને ઈજા થઈ હતી. તેને હિપમાં ઈજા થઈ હતી પરંતુ તેમ છતાં નડાલે મેચ રમવાનું ચાલુ રાખ્યું હતું.

પ્રથમ બે સેટમાં નડાલનો 6-4, 6-4થી પરાજય થયો હતો પરંતુ ત્રીજા સેટમાં તે ઈજા છતાં લડતો રહ્યો હતો. અંતે, મેકેન્ઝીએ પણ આ સેટ 7-5થી જીતી લીધો. રાફેલ નડાલે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન જીતી હતી. આ અનુભવી ખેલાડીએ ફાઇનલમાં ડેનિલ મેદવેદેવને 2-6, 6-7, 6-4, 6-4, 7-5થી હરાવ્યો હતો.

WEF/મોંઘવારી માઝા મૂકશે,2023માં વૈશ્વિક મંદીના અણસાર,અહેવાલમાં દાવો

family pension/સરકારી કર્મચારીના મૃત્યુ બાદ એડોપ્ટ કરેલા બાળકને ફેમીલી પેન્શન મળી શકે નહીં : સુપ્રીમ કોર્ટ