g20 news/ ભારતમાં નેતાઓનો અત્યાર સુધીનો સૌથી મોટો મેળાવડો થશે: શેરપા અમિતાભ કાંત

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમિતાભ કાંતે કહ્યું કે, સપ્ટેમ્બર 2023માં ભારતમાં યોજાનારી જી-20 સમિટમાં 43 નેતાઓ, 9 વિશેષ આમંત્રિતો અને ઘણી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ભાગ લેશે. શેરપાએ જણાવ્યું…

Top Stories India
G20 Development Mumbai

G20 Development Mumbai: મુંબઈમાં G20 ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રુપની પ્રથમ બેઠક પહેલા એક પત્રકાર પરિષદને સંબોધતા શેરપા અમિતાભ કાંતે જણાવ્યું હતું કે અમારો ઉદ્દેશ્ય એક ખૂબ જ અનોખો ભારતીય અનુભવ ક્રિએટ કરવાનો છે, જે G20 ઇન્ડિયાના દરેક મુલાકાતીઓ માટે આધ્યાત્મિક રીતે ઉન્નત, સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ, માનસિક રીતે કાયાકલ્પ અને શારીરિક રીતે સ્ફૂર્તિદાયક હોય. ભારતની G20 પ્રેસિડેન્સી હેઠળ ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રુપની પ્રથમ બેઠક 13 ડિસેમ્બરે મુંબઈમાં શરૂ થઈ રહી છે. આ બેઠક 16 ડિસેમ્બર સુધી ચાલશે.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમિતાભ કાંતે કહ્યું કે, સપ્ટેમ્બર 2023માં ભારતમાં યોજાનારી જી-20 સમિટમાં 43 નેતાઓ, 9 વિશેષ આમંત્રિતો અને ઘણી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ભાગ લેશે. શેરપાએ જણાવ્યું હતું કે આ પ્રથમ વખત છે જ્યારે G20નો સમગ્ર વર્ષ દરમિયાન પ્રચાર કરવામાં આવશે અને ભારતના દરેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો આ કાર્યક્રમનું આયોજન કરશે. કાંતે કહ્યું કે વિશ્વ આજે COVID-19, સપ્લાય ચેઇન વિક્ષેપ અને આબોહવા સંકટને કારણે અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. અમિતાભ કાંતે જણાવ્યું કે, ભારતમાં આગામી વર્ષે 9 અને 10 સપ્ટેમ્બરે યોજાનારી લીડરશિપ સમિટ એ ભારતમાં નેતાઓનો અત્યાર સુધીનો સૌથી મોટો મેળાવડો હશે. તેમણે વધુમાં કહ્યું કે વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે ભારત જી-20નું પ્રમુખપદ સંભાળી રહ્યું છે. આ સમયમાં 200 મિલિયન લોકોએ નોકરી ગુમાવી છે જ્યારે 100 મિલિયન લોકો અત્યંત ગરીબીમાં ધકેલાઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કે, ભારતે 1 ડિસેમ્બર 2022થી એક વર્ષના સમયગાળા માટે G20નું અધ્યક્ષપદ સંભાળ્યું છે. આ દરમિયાન ભારતમાં 55 સ્થળોએ 200 થી વધુ સભાઓનું આયોજન કરવામાં આવશે. જી-20 શેરપાઓની પ્રથમ બેઠક ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ઉદયપુરમાં યોજાઈ હતી.

આ પણ વાંચો: અમરેલી/લીલીય તાલુકાના આ ગામમાં વૃધ્ધ દંપતી પર અજાણ્યા શખ્સોનો હુમલો, લૂંટના ઈરાદાએ કરાયો હોવાની આશંકા