Not Set/ જીએસટીથી મળેલી રાહત પર ફરી શકે છે પાણી : આ વસ્તુઓ થઇ શકે છે મોંઘી…

જીએસટી કાઉન્સિલ દ્વારા હાલમાં ટેક્સમાં કપાતના કારણે એવી આશા હતી કે ટીવી અને કાર જેવી ચીજો સસ્તી થશે. પરંતુ આના પર પાણી ફરતું દેખાઈ રહ્યું છે. આનું કારણ છે રૂપિયામાં થઇ રહેલો સતત ઘટાડો. જે કારણે ઈમ્પોર્ટ મોંઘુ થશે. હાલ ટીવી અને કાર મેન્યુફેક્ચરર્સ કિંમતોમાં વધારો કરવાને લઈને વિચાર કરી રહ્યા છે. અમેરિકામાં વ્યાજ દરોમાં થયેલા […]

Top Stories India Business
piyush 1 1532183865 જીએસટીથી મળેલી રાહત પર ફરી શકે છે પાણી : આ વસ્તુઓ થઇ શકે છે મોંઘી...

જીએસટી કાઉન્સિલ દ્વારા હાલમાં ટેક્સમાં કપાતના કારણે એવી આશા હતી કે ટીવી અને કાર જેવી ચીજો સસ્તી થશે. પરંતુ આના પર પાણી ફરતું દેખાઈ રહ્યું છે. આનું કારણ છે રૂપિયામાં થઇ રહેલો સતત ઘટાડો. જે કારણે ઈમ્પોર્ટ મોંઘુ થશે. હાલ ટીવી અને કાર મેન્યુફેક્ચરર્સ કિંમતોમાં વધારો કરવાને લઈને વિચાર કરી રહ્યા છે.

conversor tv digital e1532522326723 જીએસટીથી મળેલી રાહત પર ફરી શકે છે પાણી : આ વસ્તુઓ થઇ શકે છે મોંઘી...

અમેરિકામાં વ્યાજ દરોમાં થયેલા વધારા અને ટ્રેડ વોરના કારણે વૈશ્વિક સ્તર પર અનિશ્ચિતતાની સ્થિતિ હોવાના કારણે છેલ્લા કેટલાક મહિનાઓમાં ડોલર ઝડપથી મજબૂત થયો છે. અને રૂપિયો એના મુકાબલે અત્યાર સુધીમાં સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. એશિયાની ખરાબ પરફોર્મન્સ આપતી કરંસીઓમાં રૂપિયાને પણ સ્થાન મળ્યું છે.

રૂપિયામાં ઘટાડાના કારણે ઈમ્પોર્ટ મોંઘુ થયું છે. મેન્યુફેક્ચરર્સ માટે ઉત્પાદન ખર્ચ વધી ગયો છે. મારુતિ સુઝુકી ના સિનિયર ડાયરેક્ટર આર.એસ. કાલસીએ જણાવ્યું કે અમે રૂપિયાના ઘટાડાની અસર જોઈ રહ્યા છીએ. અમે કીંમતોનું આકલન કરી શકીએ છીએ. દેશની સૌથી મોટી કાર બનાવતી કંપની સ્થાનિક સ્તર પર જ મોટા પ્રમાણમાં ઉત્પાદન કરે છે.

maruti suzuki ciaz જીએસટીથી મળેલી રાહત પર ફરી શકે છે પાણી : આ વસ્તુઓ થઇ શકે છે મોંઘી...

 

કંપનીઓને બહારથી ઇલેક્ટ્રિકલ, ઇનર પાર્ટ્સ, ઇસીયુ, એન્જીન અને ટ્રાન્સમિશન પાર્ટ જેવી વસ્તુઓ આયાત કરવી પડતી હોય છે. કંપની તરફથી જાપાનનની પેરન્ટ કંપની સુઝુકી ને રોયલ્ટી આપવાની હોય છે. આ ઉપરાંત અન્ય વેરિયેબલ્સ પણ કંપનીના ફાયનાન્સને પ્રભાવિત કરે છે.