મૈં ભી મતદાતા હું/ ભાજપ મહિલાઓને ગુજરાતના તીર્થસ્થાનોની યાત્રા કરાવશે,36 અનામત બેઠકો પર મહિલા સંમેલન યોજવાની તૈયારીઓ શરૂ

ભાજપ પ્રમુખ પાટીલ રજાઓ પરથી પાછા આવ્યા બાદ ઉમેદવાર પસંદગી ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે.

Top Stories Gujarat Others
અ 47 ભાજપ મહિલાઓને ગુજરાતના તીર્થસ્થાનોની યાત્રા કરાવશે,36 અનામત બેઠકો પર મહિલા સંમેલન યોજવાની તૈયારીઓ શરૂ

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તે સમયે ભાજપે હવે મહિલા મતદારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, આગામી 25 સપ્ટેમ્બરના રોજ ભાજપ દ્વારા એસસી અને એસટીની અંદાજે 36 બેઠકો પર મહિલા સંમેલનો યોજવાની સાથે  તા. 7 ઓક્ટોબરે પંચતીર્થ યાત્રા મારફત મહિલાઓને ગુજરાતના યાત્રાધામો પર લઇ જઈ મહિલા મતદારોને આકર્ષવા પ્રયાસ કરશે.

ગુજરાતમાં ચૂંટણી માટેનો માહોલ ધીમે ધીમે બની રહ્યો છે તે જોતા આગામી 50 દિવસમાં ચૂંટણીનું વાતાવરણ બની શકે છે,તેમાં પણ એક તરફ સરકારી કર્મચારીઓ તથા અન્ય સંગઠનો દ્વારા આંદોલનનાં રણશીંગા ફૂંકીને સરકારને ભીંસમાં લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે વચ્ચે ભાજપે હવે તેના સંભવિત ઉમેદવારો માટે પણ ચર્ચા શરુ કરી દીધી છે સાથે સાથે વર્તમાન ભુપેન્દ્ર પટેલ સરકારે તેના શાસનનું એક વર્ષ પૂર્ણ કરી દીધું છે, જેની ઉજવણી વિવિધ કાર્યક્રમો દ્વારા ચાલી રહી છે, તા. 17ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે,તોબીજી બાજુ ભાજપનાપ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ લગભગ સાત દિવસ સુધી બેંગ્લોરમાં જીંદાલ નેચરલ રિસોર્ટમાં  સારવાર માટે લઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે,20 તારીખ સુધીમાં તેમના આગમન બાદ ઉમેદવારોની પસંદગી માટેની પ્રક્રિયા પણ શરુ થશે. બીજી તરફ પક્ષમાં અનેક નવા ચહેરાને તક મળી શકે છે,

ભાજપે હાલ તો રાજ્યની એસટી અને એસસી બેઠકો પર વધુ ધ્યાન કેન્દ્રીત કર્યું છે અને તા. 25 સપ્ટેમ્બરના ભાજપ દ્વારા એસસી અને એસટીની અંદાજે 36 બેઠકો પર મહિલા સંમેલનો યોજવા ની સાથે તા. 7 ઓક્ટોબરે પંચતીર્થ યાત્રા મારફત મહિલાઓને  ગુજરાતના યાત્રાધામો પર લઇ જવાશે, આ માટે ભાજપના મહિલા મોરચા ને સંપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હોવાથી આખો મહિલા મોરચો પણ ચૂંટણી ના માહોલ માં સક્રિય થઈ ગયો છે.

આ પણ વાંચો:સુરેન્દ્રનગરના ખારવા ગામે વીજળી પડતા 10 ગાયોના મોત

આ પણ વાંચો:RSSના સર સંચાલક મોહન ભાગવત આજે અમદાવાદની મુલાકાતે

આ પણ વાંચો: ચૂંટણી પહેલા ગુજરાતને મળશે 1.54 લાખ કરોડની ભેટ, 1 લાખ લોકોને મળશે રોજગાર