Political/ ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી ગુજરાતની ચૂંટણીમાં ઝંપલાવશે!મહત્વની બેઠકો પર લડવાની તૈયારીમાં

લોકજન શક્તિ પાર્ટીના નેતા ચિરાગ પાસવાન વડોદરા હવાઈમથક પહોંચ્યા હતા ત્યારે આ દરમિયાન તેમણે કહ્યું હતું કે ગૃહ મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં યોજનાર એક કમિટીની બેઠકમાં હાજરી આપવા માટે હું અહીંયા આવ્યો છું

Top Stories Gujarat
7 20 ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી ગુજરાતની ચૂંટણીમાં ઝંપલાવશે!મહત્વની બેઠકો પર લડવાની તૈયારીમાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજ્યમાં રાજકીય જમાવડો જોવા મળી રહ્યો છે, તમામ પાર્ટીના દિગ્ગજો અને અધ્યક્ષો  ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. લોક જન શક્તિના અધ્યક્ષ ચિરાગ પાસવાન પણ  ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. તેમણે  ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. રાજ્યની મહત્વની બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે.

લોકજન શક્તિ પાર્ટીના નેતા ચિરાગ પાસવાન વડોદરા હવાઈમથક પહોંચ્યા હતા ત્યારે આ દરમિયાન તેમણે કહ્યું હતું કે ગૃહ મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં યોજનાર એક કમિટીની બેઠકમાં હાજરી આપવા માટે હું અહીંયા આવ્યો છું. તેઓએ ગુજરાતમાં મહત્તમ બેઠક ઉપર પોતાના ઉમેદવાર ઉભા રાખવાની તૈયારી બતાવી હતી.

એલજેપી ગુજરાતની સત્તાના રાજકીય સપના સેવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. લોકજન શક્તિ પાર્ટીના નેતા રામવિલાસ પાસવાનના દીકરા ચિરાગ પાસવાન વડોદરા એરપોર્ટ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે લોકજન શક્તિ પાર્ટી પણ આવનારી ચૂંટણીમાં ગુજરાતમાં પોતાનું અસ્તિત્વ બનાવશે તે પ્રકારની વાત કરતા મહત્તમ બેઠકો ઉપર કેવી રીતે ઉમેદવારો ચૂંટણી લડી શકાય તે વિષયને લઈને તેમનો ગુજરાત પ્રવાસ હોવાનું જણાવ્યું હતું.