Not Set/ સૌરાષ્ટ્રમાં તૌકતે વાવાઝોડા વચ્ચે ભૂકંપની નવી આફત, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.8 નોંઘાઈ

ચક્રવાત તૌકતે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, મળી રહેલી માહિતી અનુસાર તે હવે ખૂબ જ તોફાની બન્યું છે. આ ભયાનક વાવાઝોડા વચ્ચે હવે ગુજરાતમાં ભૂંકપ નવી આફત બનીને સામે આવ્યો છે.

Top Stories Gujarat Others
petrol 30 સૌરાષ્ટ્રમાં તૌકતે વાવાઝોડા વચ્ચે ભૂકંપની નવી આફત, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.8 નોંઘાઈ
  • તૌકતે વાવાઝોડા વચ્ચે ભૂકંપની નવી આફત,
  • સૌરાષ્ટ્રમાં વાવાઝોડા વચ્ચે ભૂકંપના આંચકા,
  • દીવ,ઉના,ગીર સોમનાથમાં ભૂકંપનો આંચકો,
  • રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.8 નોંઘાઈ,
  • રાત્રે 3.40 કલાકે અનુભવાયો ભૂકંપનો આંચકો,
  • અમરેલી,રાજુલા, જાફરાબાદમાં અનુભવાયો આંચકો,
  • ભૂકંપનાં આંચકાને પગલે સ્થાનિકોમાં ભય,
  • ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજુલા નજીક નોંધાયું,
  • દ.પૂર્વ દિશામાં ભૂગર્ભમાં 5.2 કિમી નીચે નોંધાયુ,
  • ઉનાના વાસોદમાં ભૂકંપથી મકાનમાં પડી તિરાડ,
  • ગ્રામીણ વિસ્તારમાં લોકોએ અનુભવાયો આંચકો

ચક્રવાત તૌકતે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, મળી રહેલી માહિતી અનુસાર તે હવે ખૂબ જ તોફાની બન્યું છે. આ ભયાનક વાવાઝોડા વચ્ચે હવે ગુજરાતમાં ભૂંકપ નવી આફત બનીને સામે આવ્યો છે. જણાવી દઇએ કે, સૌરાષ્ટ્રમાં વાવાઝોડા વચ્ચે ભૂંકપનાં આંચકા અનુભવાયા છે.

‘તૌકતે’ વાવાઝોડું / 1500 હોસ્પિટલોના ગંભીર કોવિડ દર્દીઓ અન્ય જિલ્લાઓમાં મોકલાયા : CM રૂપાણીએ કરી સમીક્ષા

આપને જણાવી દઇએ કે, તૌકતે વાવાઝોડાનાં કારણે કેરળ અને ગોવામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે તેના તાજેતરનાં અપડેટમાં જણાવ્યું છે કે આજે સાંજ સુધીમાં તે ગુજરાતનાં દરિયાકાંઠે ટકરાશે અને આ દરમિયાન ભારે વરસાદ અને ભારે પવનની સંભાવના છે. કેરળ, કર્ણાટક, ગુજરાત, ગોવા, મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ યથાવત છે અને માછીમારોને દરિયામાં જતા અટકાવવામાં આવ્યા છે. ગુજરાત આ વાવાઝોડાને લઇને NDRF ની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. જો કે આ વચ્ચે હવે ગુજરાતનાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો અહી ભૂંકપનાં આંચકા અનુભવાયા છે.

બેઠક / ગુજરાત,ગોવા,મહારાષ્ટ્ર, કેરળ,કર્ણાટક, દમણ અને દીવમાં તૌકતેની અસર શરૂ : નડ્ડાની નેતાઓ સાથે વર્ચ્યુઅલ બેઠક

દીવ, ઉના, ગીર સોમનાથમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. ઉપરાંત અમરેલી, રાજુલા, જાફરાબાદમાં પણ ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.8 નોંધાઈ છે. રાત્રે 3.40 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનાં આંચકાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. જણાવી દઇએ કે, ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજુલા નજીક નોંધાયું છે. દ.પૂર્વ દિશામાં ભૂગર્ભમાં 5.2 કિમી નીચે આ ભૂકંપ નોંધાયો છે. આ ભૂકંપનાં કારણે હજુ સુધી કોઇ જાનહાની થયા હોવાના સમાચાર નથી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

majboor str 12 સૌરાષ્ટ્રમાં તૌકતે વાવાઝોડા વચ્ચે ભૂકંપની નવી આફત, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.8 નોંઘાઈ