Not Set/ તહેવારમાં મંદીનો માર/ શું આ દિવાળી ફૂંકાવશે દિવાળું? આવો છે વેપારીઓનો હાલ

દિવાળી આવી ખુશી લાવી……આ કહેવત હવે માત્ર શ્રાપ સમાન હોય તેમ લાગી રહ્યું છે. ખાસ કરીને વેપારીઓને આશા હોય છે કે, દિવાળીના તહેવારમાં ધંધામાં તેજી આવશે. પરંતુ તેજીની રાહ જોતા વેપારીઓને દિવાળીના તહેવારમાં તેજી નહીં પરંતુ મંદીનો સામનો કરવાનો વારો આવ્યો હોય તેવુ જણાઇ રહ્યું છે. દિવાળીના તહેવાર નજીક આવતાં બજારોમાં ખરીદી કરવા લોકોની ભીડ […]

Top Stories Gujarat Others
પ્રતિકાત્મક ફોટો

દિવાળી આવી ખુશી લાવી……આ કહેવત હવે માત્ર શ્રાપ સમાન હોય તેમ લાગી રહ્યું છે. ખાસ કરીને વેપારીઓને આશા હોય છે કે, દિવાળીના તહેવારમાં ધંધામાં તેજી આવશે. પરંતુ તેજીની રાહ જોતા વેપારીઓને દિવાળીના તહેવારમાં તેજી નહીં પરંતુ મંદીનો સામનો કરવાનો વારો આવ્યો હોય તેવુ જણાઇ રહ્યું છે.

દિવાળીના તહેવાર નજીક આવતાં બજારોમાં ખરીદી કરવા લોકોની ભીડ જામે છે. પરંતુ આ વર્ષે મંદીના માહોલમાં લોકોએ ખરીદી કરવાનું ટાળ્યું હોય તેમ લાગી રહ્યું છે. દિવાળીના મહત્વના પાંચ દિવસ એવા ધનતેરસ, કાળી ચૌદશ , દિવાળી, બેસતુ વર્ષ અને ભાઇ બીજ. આ પાંચેય દિવસ દરમિયાન લોકો ઘરમાં અવનવી વેરાયટીઝ લાવીને ઘરને સજાવીને દિવાળીની ઉજવણી કરતાં હોય છે. પરંતુ મંદીને કારણે લોકોએ દિવાળી ઉજવવાનું જ ટાળી દીધું છે.

મહત્વનું છે કે આજે પુષ્ય નક્ષત્ર પણ છે જેથી સોના ચાંદીના બજારોમાં થોડી ભીડ જોવા મળી હતી. ગત વર્ષની સરખામણીએ આ વખતે સોનાના ભાવમાં વધારો તો છે પરંતુ આ દિવસે સોના -ચાંદીના દાગીનાની ખરીદી કરવી શુભ મનાય છે.

ઉલ્લેખનીય છે કે નવરાત્રી બાદ બજારમાં લોકો ખરીદી કરવા માટે જતાં હોય છે. બજારમાં લોકોની ભીડ જામતી જોવા મળે છે. પરંતુ ઓનલાઇન ખરીદી પણ મુખ્ય એક કારણ છે. જેને લઇને બજારમાં ધંધો કરતાં વેપારીઓને ફટકો પડી રહ્યો છે. ત્યારે હાલ પણ વેપારીઓ આવનાર બે દિવસમાં બજારોમાં ઘરાકી જોવા મળશે તેવી આશા રાખી રહ્યા છે.

દિવાળી આવી ખુશીયો લાવવી। આ કહેવત હવે લોકો માટે શ્રાપ સમાન બની છે એમાં પણ ખાસ વેપારીઓ માટે આ વર્ષ ની દિવાળી આવી તો ખરી પરંતુ દેવાળા સમાન બની ગઈ છે.

હિન્દૂ સંસ્કૃતિ પ્રમાણે દિવાળીના 5 દિવસ લોકો ધામધૂમ થી ઉજવે છે જેમાં દિવાળી, બેસતુવર્ષ , ભાઈબીજ ધનતેરસ ના શુભ દિવસો ગણાતા હોય છે અને આ દિવસો માં લોકો પોતાના ઘરથી લઇ અને તમામ વસ્તુઓ સજાવતા હોય છે….ત્યારે આ વર્ષે સોના ચાંદી માં થી લઈને ચોપડા ખરીદી સુધીમાં મંદી નો માર સહન કરવો પડી રહ્યો છે.. સોના ચાંદીના ભાવ માં આ વર્ષે 8000 નો વધારો થયો છે જેના કારણે લોકો સોના ચાંદી ની ખરીદી કરતા લોકોએ બહાર જવાનું વધુ પસન્દ કર્યું છે… જ્યારે આજે પુષ્યનક્ષત્ર હોવાથી બજાર માં થોડી ઘણી ઘરાકી જોવા મળી રહી છે.

બીજી તરફ દિવાળીના દિવસે વેપારિઓ તેમજ ધધાદારીઓ સમગ્ર વર્ષ દરમ્યાન ધંધા ના હિસાબો લખવા માટે ચોપડા ખરીદી કરતા હોય છે પરંતુ આ વર્ષે ચોપડા ખરીદી માં પણ લગભગ બે થી અઢી કરોડ નું નુકશાન વેપારીઓને ભોગવવું પડી રહ્યું છે જયારે નવરાત્રી બાદ બજારોમાં ખરીદી કરવામાં લોકો ની ભીડ જોવા મળતી હોય છે પરંતુ આજે પુષ્યનક્ષત્ર હોવા છતાં પણ બજારમાં પાંખી હાજરી જોવા મળી રહી છે જેમાં વેપારીઓનું માનવું છે કે કેશલેસ ટ્રાન્સેક્સસશન હોવાથી ધંધાદારીઓને નુકશાનનો સામનો કરવો પડી રહ્યો છે. દિવાળી આવી હોવા છતાં પણ બજારમાં લોકોની ઘરાકી જોવા મળતી નથી ત્યારે વેપારીઓમાટે આ એક ચિંતા નો વિષય બની ગયો છે.

…………..@બ્રિન્દા રાવલ મંતવ્ય ન્યૂઝ અમદાવાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.