પત્ર/ કાશ્મીરના એરપોર્ટનું નામ હરિ સિંહ રાખવા પૂર્વ સાંસદ કરણ સિહે લખ્યો LGને પત્ર

પૂર્વ સાંસદ કરણ સિંહે જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાને પત્ર લખીને જમ્મુ એરપોર્ટનું નામ તેમના પિતાના નામ પર રાખવાની વિનંતી કરી છે

Top Stories India
l.g કાશ્મીરના એરપોર્ટનું નામ હરિ સિંહ રાખવા પૂર્વ સાંસદ કરણ સિહે લખ્યો LGને પત્ર

પૂર્વ સાંસદ કરણ સિંહે જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાને પત્ર લખીને જમ્મુ એરપોર્ટનું નામ તેમના પિતાના નામ પર રાખવાની વિનંતી કરી છે. કરણ સિંહે કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે જમ્મુમાં બની રહેલા નવા એરપોર્ટનું નામ તેમના પિતા મહારાજા હરિ સિંહના નામ પર રાખવામાં આવે.

લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાને લખેલા પત્રમાં કરણ સિંહે કહ્યું છે કે, ઉલ્લેખનીય છે કે જમ્મુ એરપોર્ટ સૌથી પહેલા મારા પિતાએ તેમના ખાનગી વિમાન માટે બનાવ્યું હતું. તેનો ઉપયોગ ઘણા વર્ષોથી થતો હતો. હાલમાં અમારી પાસે કોઈ વિધાનસભા નથી તેથી હું આશા રાખું છું કે તમે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને ભલામણ કરશો કે જમ્મુ એરપોર્ટનું નામ મારા પિતાના નામ પર રાખવામાં આવે. કરણ સિંહે આગળ લખ્યું કે, મને પૂરી ખાતરી છે કે જમ્મુના લોકો આ પગલાની પ્રશંસા કરશે.

ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાંથી 370 કલમ નાબુદ કરી નાંખવામાં આવી છે હાલ પ્રદેશ કેન્દ્રના નેજા હેઠળ ચાલી રહ્યું છે. જેના લીધે હરિ સિંહના પુત્ર કરણ સિંહે પત્ર લખીને એરપોર્ટનું નામ રાખવાની વિંનતી કરી છે.