આજે દેશમાં જ્યા એક તરફ કોરોનાવાયરસનાં દૈનિક કેસો 3 લાખને પાર પહોંચી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી રોજ 3 હજારથી વધુ લોકોનાં મોત થઇ રહ્યા છે. જ્યા સ્થિતિ રોજ કફોડી બનતી જઇ રહી છે, ત્યારે આ સમયે દેશનાં પાંચ રાજ્યોમાં ચૂંટણીની મત ગણતરી થઇ રહી છે. જેમા પશ્ચિમ બંગાળમાં 292 બેઠકો, આસામમાં 126, કેરળમાં 140, તમિલનાડુમાં 234 અને પડ્ડુચેરીની 30 બેઠકોની મતગણતરી હાલમાં ચાલી રહી છે. આ પાંચેય રાજ્યોનાં વલણો હવે આવવા લાગ્યા છે. વળી જો પશ્ચિમ બંગાળની વાત કરીએ તો અહી આજે કોણ ખેલા હોબેનાં પક્ષમાં છે અને કોણ પોરીવર્તનનાં પક્ષમાં તેનું પરિણામ આજે આપણી સમક્ષ હશે.
મત ગણતરી / પશ્ચિમ બંગાળમાં TMC અને BJP વચ્ચે કાંટાની ટક્કર, પ્રારંભિક વલણોમાં બન્નેનું પલડુ સમાન
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની હોટ સીટ નંદીગ્રામ ઉપર મત ગણતરીનાં પ્રારંભિક વલણોમાં એક રસપ્રદ ચિત્ર જોવા મળ્યું છે. અહીં ઉમેદવાર, મુખ્યમંત્રી મમતા બેનર્જી, તેમના હરીફ ભારતીય જનતા પાર્ટીનાં શુભેન્દુ અધિકારીથી પાછળ ચાલી રહ્યા છે. પ્રારંભિક વલણોમાં, પોસ્ટલ બેલેટથી ધીમે ધીમે ઇવીએમ મતોની ગણતરી પણ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પંચની વેબસાઇટ પર મળતી માહિતી મુજબ સવારે 10 વાગ્યે મમતા અધિકારીની પાછળ ચાલી રહ્યા હતા. મત તરફેણ અધિકારી તરફ 52 ટકા અને મમતા તરફ 40-42 ટકા જોવા મળ્યું હતું. મમતા બેનર્જી માટે વ્યક્તિગત રીતે નંદીગ્રામને જીતવુ ઘણુ જરૂરી છે. કોંગ્રેસથી અલગ 1998 માં તૃણમૂલ કોંગ્રેસની રચના છતાં, મમતા લાંબા સમય સુધી ડાબેરી કિલ્લાઓને ભેદવામાં નિષ્ફળ ગઈ હતી, પરંતુ નંદીગ્રામ આંદોલનથી મમતાને તે રાજકીય ઉર્જા મળી હતી, જેના દ્વારા તેમણે ડાબેરીઓનાં 34 વર્ષ જુના કિલ્લાને તોડી પાડ્યો હતો.
પુડ્ડુચેરી મત ગણતરી / કેન્દ્ર શાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં શરૂઆતી વલણોમાં NDA આગળ
સિંગુરમાં ટાટા નેનો પ્રોજેક્ટની જેમ, 2007માં નંદીગ્રામમાં કેમિકલ ફેક્ટરીનાં નિર્માણ સામે ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા. આંદોલન વચ્ચે નંદીગ્રામમાં ખેડૂતો પર ફાયરિંગ કરવામાં આવતા 14 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ડાબેરી સશસ્ત્ર કાર્યકરો અને પોલીસે ગોળીબાર કર્યો હતો. અહીંથી, મમતાની આગેવાની હેઠળનાં ટીએમસીએ બુદ્ધદેવ ભટ્ટાચાર્યની તત્કાલીન ડાબેરી સરકાર વિરુદ્ધ બિગુલ ફૂક્યુ હતુ અને 2011 માં મોટી બહુમતી સાથે સત્તા મેળવી હતી. વર્ષ 2016 માં, શુભેન્દુ અધિકારીએ તૃણમૂલ કોંગ્રેસનાં ઉમેદવાર તરીકે નંદીગ્રામથી મોટો વિજય મેળવ્યો હતો. તેમને ત્યારે 87 ટકા મતો મળ્યા હતા. ત્યારબાદ અધિકારીએ સીપીઆઈનાં અબ્દુલ કબીરને 81, 230 મતોથી હરાવ્યા હતા, પરંતુ હવે તે તૃણમૂલ છોડીને ભાજપથી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે મમતા બેનર્જીએ નંદીગ્રામથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું ત્યારે શુભેન્દુ અધિકારીએ જાહેરાત કરી હતી કે તેઓ મુખ્યમંત્રીને 5૦,૦૦૦ મતોથી હરાવશે.