Not Set/ ગાલવાનમાં ભારત સૈનિક વચ્ચે થયેલી થડામણમાં ચીનના 38 સૈનિકોના થયા હતા મોત,જાણો વિગત

હિંસક અથડામણ દરમિયાન ચીનના 38 સૈનિકો નદીમાં ડૂબી ગયા હતા. જ્યારે ચીને માત્ર 4 સૈનિકોના મોતનો સ્વીકાર કર્યો હતો.

Top Stories India
ગાલવાન ગાલવાનમાં ભારત સૈનિક વચ્ચે થયેલી થડામણમાં ચીનના 38 સૈનિકોના થયા હતા મોત,જાણો વિગત

પૂર્વ લદ્દાખની ગાલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ અથડામણમાં કર્નલ સંતોષ બાબુ સહિત 20 ભારતીય જવાનો શહીદ થયા હતા. પરંતુ ચીન પર અથડામણ બાદથી તેના સૈનિકોના મોતને છુપાવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. હવે આ મામલે મોટો ખુલાસો થયો છે. હકીકતમાં, હિંસક અથડામણ દરમિયાન ચીનના 38 સૈનિકો નદીમાં ડૂબી ગયા હતા. જ્યારે ચીને માત્ર 4 સૈનિકોના મોતનો સ્વીકાર કર્યો હતો.

 

 

 

ઓસ્ટ્રેલિયાના અખબાર ‘ધ ક્લેક્સન’માં એક અહેવાલ છપાયો છે. ‘ગેલવાન ડીકોડેડ’ નામથી પ્રકાશિત આ રિપોર્ટ સ્વતંત્ર સોશિયલ મીડિયા સંશોધકોની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે અથડામણ દરમિયાન ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના ઘણા સૈનિકો ગાલવાન નદીમાં વહી ગયા હતા. ઓસ્ટ્રેલિયન મીડિયાના આ અહેવાલે ફરી એકવાર ચીનના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો છે.

રિપોર્ટમાં ચીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વેઇબોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે તે રાત્રે ઓછામાં ઓછા 38 ચીની સૈનિકો ડૂબી ગયા હતા. જ્યારે ચીને માત્ર 4 સૈનિકોના મોતનો સ્વીકાર કર્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તે રાત્રે ખરેખર શું થયું હતું, જેના કારણે અથડામણ થઈ હતી. બેઇજિંગ દ્વારા તેના વિશે ઘણી હકીકતો છુપાવવામાં આવી હતી. ચીને વિશ્વને ઉપજાવી કાઢેલી વાર્તાઓ કહી. ચીની સત્તાવાળાઓએ ઘણા બ્લોગ્સ અને પૃષ્ઠોને દૂર કર્યા છે. પરંતુ ચીનના ડિજિટલ આર્કાઇવ્સ એક અલગ વાર્તા કહે છે.