Ahmedabad-Fire Incident/ બોપલના TRP મોલમાં ગેમિંગ ઝોનમાં ભીષણ આગ દુર્ઘટના, ભારે જહેમત બાદ 2 કલાકમાં મેળવ્યો કાબૂ, જાનહાનિ ટળી

બોપલ વિસ્તારમાં આવેલ TRP મોલમાં ભીષણ આગ લાગવાની દુર્ઘટના બની. TRP મોલમાં પાંચમા માળે ગેમિંગ ઝોનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો

Top Stories Ahmedabad Gujarat Breaking News
Beginners guide to 93 1 બોપલના TRP મોલમાં ગેમિંગ ઝોનમાં ભીષણ આગ દુર્ઘટના, ભારે જહેમત બાદ 2 કલાકમાં મેળવ્યો કાબૂ, જાનહાનિ ટળી

અમદાવાદ : બોપલ વિસ્તારમાં આવેલ TRP મોલમાં ભીષણ આગ લાગવાની દુર્ઘટના બની. TRP મોલમાં પાંચમા માળે ગેમિંગ ઝોનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. TRP મોલમાં સૌ પ્રથમ પાંચમાં માળે આવેલા ગેમિંગ ઝોનમાં આગ લાગી તેના બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ત્રીજા માળ સુધી ફેલાઈ. આગ દુર્ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર ટીમની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પંહોચી ગઈ. અને ભારે જહેમત બાદ 2 કલાકમાં આગ પર કાબુ મેળવવામાં આવ્યો. TRP મોલમાં લાગેલ આગમાં કોઈ જાનહાનિ ના થઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું.

ગેમિંગઝોનમાં લાગી આગ
TRP મોલમાં સૌ પ્રથમ પાંચમા માળે બાળકો માટેના ગેમિંગ ઝોન સ્કાય ટ્રેમ્પોલિનમાં આગ લાગવાની ઘટના બની હતી. આ ગેમિંગ ઝોનમાં લાગેલ આગે વિકરાળ સ્વરૂપ લેતા મોલના ચોથા માળ બાદ ત્રીજા માળ સુધી પંહોચી હતી. આગે TRP મોલના ત્રણ માળને પોતાની લપેટમાં લીધા હતા. TRP મોલમાં આગ લાગવાની દુર્ઘટના મોડી રાતે 9 વાગ્યા પછી બની હોવાનું સામે આવ્યું હતું. આગ લાગવાની દુર્ઘટનાને પગલે લોકોમાં નાસભાગ મચી હતી. જો કે ફાયરબ્રિગેડની ટીમો પંહોચી જતા લોકોને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા હતા.

દુર્ઘટનામાં સતર્કતાથી સુરક્ષા

બોપલના TRP મોલમાં પાંચમા માળે ગેમિંગ ઝોન સિવાય અનેક મોટા બ્રાન્ડના શો રૂમ ઉપરાંત થિયેટર પણ છે. પેન્ટાલૂનનો શો રૂમ પણ આ જ મોલમાં છે. પરંતુ સદનસીબે પેન્ટાલૂનનો શો રૂમ અને થિયેટર આગની લપેટમાં આવતા બચી ગયા હતા. મોલમાં પીજી સેન્ટર પણ છે. આ પીજી સેન્ટરમાં 100થી વધુ ગર્લ્સ રહે છે તમામને ઘટનાની જાણ કરી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. મોલની સામે પેટ્રોલ પંપ આવેલું છે. ફાયરની ટીમો ઘટનાસ્થળે પંહોચી જતા આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી. આથી જ ભીષણ આગ દુર્ઘટનાને પગલે સર્તકતાના ભાગરૂપે સામે આવેલ પેટ્રોલ પંપ બંધ કરી દેવામાં આવ્યો હતો.

આગ લાગવાનું કારણ

આગ દુર્ઘટનાની જાણ થતા ફાયર ટીમો, પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પંહોચી ગઈ હતી. ફાયરીની ટીમોએ તત્કાળ બચાવકામગીરી શરૂ કરતા લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા. તેમજ આગ પર સમયસર કાબુ મેળવી લેવાતા કોઈ જાનહાનિ થઈ નથી. પોલીસ અધિકારીએ ગેમિંગ ઝોનમાં આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાવ્યું. આગ દુર્ઘટનાને પગલે સુરક્ષાના કારણોસર મોલ બંધ કરી દેવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ Filmmaker/ ફેમસ ફિલ્મમેકરને મળવા આપવા પડશે લાખો રૂપિયા, શા માટે આવો નિર્ણય લીધો

આ પણ વાંચોઃ Terrorism/ ‘આતંકવાદનો ઉદ્યોગ ચલાવે છે પાકિસ્તાન’, સિંગાપોરમાં જયશંકરે કરી આકરી ટિપ્પણી

આ પણ વાંચોઃ Surat/ સુરતના ભાજપના કોર્પોરેટરનું હાર્ટ એટેકથી અવસાન

આ પણ વાંચોઃ પ્રેમી પંખીડાએ બાળક સાથે આત્મહત્યા કરી, આપઘાત પહેલા સેલ્ફી મિત્રોને મોકલી