Suicide/ પ્રેમી પંખીડાએ બાળક સાથે આત્મહત્યા કરી, આપઘાત પહેલા સેલ્ફી મિત્રોને મોકલી

મળતી વિગત અનુસાર, મહેસાણા જીલ્લાના લિંચ ગામ ખાતે રહેતા સંજય ફતાજી ઠાકોર અને કિંજલ જશવંતજી ઠાકોર, ધ્રુવીન જશવંતજી ઠાકોરના મૃતદેહો વેરી તળાવમાં જોવા મળ્યા હતા. ફાયર……….

Gujarat
YouTube Thumbnail 16 2 પ્રેમી પંખીડાએ બાળક સાથે આત્મહત્યા કરી, આપઘાત પહેલા સેલ્ફી મિત્રોને મોકલી

Rajkot News:  મહેસાણાના પ્રેમી યુગલે તેમના દીકરા સાથે ગોંડલમાં આવેલા વેરી તળાવમાં કૂદીને આત્મહત્યા કર્યુ હોવાનું સામે આવ્યું છે. આપઘાત કરતા પહેલા પ્રેમી પંખીડાએ સેલ્ફી ફોટો લીધો હોવાનો પણ ખુલ્યું છે. સાથે જ સેલ્ફી ફોટો લઈને વોટ્સએપ સ્ટેટસમાં અપલોડ કરીને “છેલ્લો ફોટો” લખ્યું હતું. યુવકે પોતાના મિત્રોને લોકેશન પણ મોકલી આપ્યું હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે ગોંડલ શહેર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી વિગત અનુસાર, મહેસાણા જીલ્લાના લિંચ ગામ ખાતે રહેતા સંજય ફતાજી ઠાકોર અને કિંજલ જશવંતજી ઠાકોર, ધ્રુવીન જશવંતજી ઠાકોરના મૃતદેહો વેરી તળાવમાં જોવા મળ્યા હતા. ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને બહાર કાઢ્યા છે. ત્યારબાદ ત્રણેયની લાશને પીએમ અર્થે ગોંડલ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સંજય અને કિંજલ બંને પરિણીત હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત, બંને વચ્ચે છેલ્લા બે વર્ષથી પ્રેમસંબંધ પણ હતો. તેઓ લિંચ ગામથી નાસી જઈ ગોંડલ પહોંચ્યા હતા.

આ પ્રેમીપંખીડાએ તળાવની પાળી બેસીને અંતિમ ફોટો પણ પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે. સંજય મહેસાણામાં પેપરમીલમાં કામ કરતો હોવાનું સામે આવ્યું છે. સંજય ઠાકોરના લગ્ન વાસાપુર ખાતે થયા હોવાની વિગતો સામે આવી છે. આત્મહત્યા કરનાર પ્રેમિકા અમદાવાદ સાસરે રહેતી હોવાનું સામે આવ્યું છે.

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ AAP Protest/ દિલ્હીમાં ‘આપ’ ઓફિસ બંધ કરવામાં આવી, ચૂંટણી પંચને ફરિયાદ કરાશે

આ પણ વાંચોઃ  IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ INDIA Alliance News/INDIA ગઠબંધનને મળ્યો OBCસંગઠનનોનો સાથ, પછાતવર્ગના જૂથોએ બિનશરતી સમર્થનની કરી જાહેરાત, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે માન્યો આભાર