કહેવામાં છે કે, જે લોકો દારૂ પી જાય છે તેઓને કોઈ જ પ્રકારનું ભાન રહેતું. દારૂના નશામાં તેઓ શું કરે છે, શું બોલે છે, તેઓને કશું જ ખબર પડતી નથી. ત્યારે આવામાં સુરતથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક યુવકે દારૂના નશામાં ભૂલથી પાણીના બદલે એસિડ પી લેતા મોત નીપજ્યું છે. બન્યું એવું કે વધુ પડતો દારૂ પી લેવાના લીધે યુવક હોંશકોંશ ગુમાવી બેઠો હતો અને નશામાં જ તેણે પાણીના બદલે એસિડ પી લીધું હતું. આ વાત જ્યારે યુવકે તેના મિત્રોને કરી ત્યારે તેના પણ મિત્રો ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક તેને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા, પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહોતો.
આ પણ વાંચો :સુરતમાં 71 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ, સ્કૂલ-કોલેજના વર્ગો કરાવાયા બંધ

આ અંગે મળતી માહિતી અનુસાર, શહેરમાં દેશી દારૂના નશામાં ભાન ભૂલેલા પરપ્રાંતીય યુવકે ભૂલમાં પાણીની જગ્યાએ એસિડ પી લેતાં મોતને ભેટ્યો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જિતેન્દ્ર જેના સંચા કારીગર હોવાનું અને ઓડિશાનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.
જિતેન્દ્રના મોતથી પિતાના નિધન બાદ પરિવારનો એકનો એક આર્થિક સહારો પણ છીનવાઈ જતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આવતા મહિને બહેનના લગ્ન લેવાની તૈયારી પણ ચાલી રહી હતી. જિતેન્દ્ર રઘા જેના મૂળ ઓડિશાનો વતની હતો. જિતેન્દ્ર રઘા જેના ત્રણ મહિના પહેલાં જ રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો.

આ પણ વાંચો :પાકિસ્તાનની જેલમાં સુત્રાપાડાના માછીમારનું મોત, મૃત્યુના 1 મહીના પછી મળ્યા સમાચાર
22 વર્ષની ઉંમરે મિત્ર જિતેન્દ્રના મોતના આઘાતની વતનમાં રહેતા પરિવારને જાણ કરતાં જ પરિવાર ચોધાર આંસુએ રડી રહ્યો હતો. જિતેન્દ્ર સંચાના કારખાનામાં સંચા કારીગર તરીકે કામ કરતો હતો. ત્રણ પોટલી બહાર પીને આવ્યો હતો. ત્રણ પોટલી સાથે લઈને આવ્યો હતો. જિતેન્દ્રની એક બહેનના આવતા મહિને લગ્ન પણ લેવાના હતા. પાંડેસરા પોલીસે રવિવારની રાત્રે બનેલી ઘટના બાદ આગળની તપાસ હાથ ધરી છે.
જિતેન્દ્રનો મિત્ર પંકજ સ્વાઈએ જણાવ્યું હતું કે જિતેન્દ્ર રઘા જેના મૂળ ઓડિશાનો વતની હતો. ત્રણ મહિના પહેલાં જ રોજગારીની શોધમાં તે સુરત આવ્યો હતો. પિતાના નિધન બાદ બે બહેન અને વિધવા માતાનો એકનો એક આર્થિક સહારો હતો. જિતેન્દ્રએ તેના મિત્રને કહ્યું કે મેં એસિડ પી લીધું છે, તેના બીજા રૂમ પાર્ટનર પણ ચોંકી ગયા હતા. તાત્કાલિક તેના મિત્ર તેને સિવિલ હોસ્પિટલ લઈ દોડી ગયા હતા. જ્યાં સિવિલ હોસ્પિટલના તબિબે તેને મૃત જાહેર કર્યો હતો.
આ પણ વાંચો :સોખડા સ્વામિનારાયણ મંદિરનો વધુ એક વીડિયો થયો વાયરલ, મહિલા સેવિકાએ સંતો પર કર્યા ગંભીર આક્ષેપો
આ પણ વાંચો :રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા 12,735 કેસ નોંધાયા , જયારે 5 દર્દીના મોત થયા
આ પણ વાંચો :મહેશ સવાણીનું આપમાંથી રાજીનામું, વિજય સુવાળા બાદ બીજો ઝટકો!
