Amreli News ; અમરેલી જીલ્લાનાં રાજુલાનાં બારપટોળી ગામ પાસે આજે બપોરના સુમારે બે ટુ વ્હીલર સામ સામે અથડાયા હતા. આ અકસ્માતમાં બે વિદ્યાર્થીઓના મોત નિપજ્યા હતા. જ્યારે બે વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે 108 મારફત સારવાર અર્થે ખસેડાયા હતા. ત્યારે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોનાં ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જેથી ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી ટોળાને વિખેરી રસ્તો ખુલ્લો કર્યો હતો.
રાજુલાનાં બારપટોળી ગામ પાસે બે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી પરત આવી રહ્યા હતા. તે દરમ્યાન અચાનક બે ટુવ્હીલર સામ સામે આવી જતા અકસ્માત સર્જાયો હતો. ત્યારે આ અકસ્માતમાં 2 વિદ્યાર્થીઓ અનિલ સાખટ અને યોગેશ બારૈયા નામનાં વિદ્યાર્થીઓનું મૃત્યુ થયું હતું. જ્યારે અકસ્માતમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મૃત્ય પામેલ બંને વિદ્યાર્થીઓની ઉંમર 16 વર્ષ છે. આ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.શું છે કાયદો?
ભારતમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો વાહન ચલાવી શકે નહીં, બાળકો વાહન ચાલવતા પકડાઈ તો દંડ માતા-પિતા પર લાગી શકે છે. માતા-પિતાને રૂપિયા 25000નો દંડ અને 3 વર્ષ સુધીની જેલ થઇ શકે છે.જો તમારું બાળક 18 વર્ષથી ઓછી ઉંમરનું છે અને તે બાઇક અથવા કારની ચાવી માંગે છે, તો તેમની માંગને ક્યારેય પૂરી કરશો નહીં. જો કોઈ બાળક દ્વારા અકસ્માત થાય છે, તો તમે વાહનના વીમા માટે ક્લેમ પણ કરી શકશો નહીં કારણ કે ડ્રાઇવિંગ કરતા સગીરોને કોઈ વીમા પોલિસી સેવાઓ લાગુ પડતી નથી.
તેથી તમે તમારા વાહનના વીમાનો કોઈ લાભ મેળવી શકશો નહીં.સગીરના ડ્રાઇવિંગને લઈને ઘણા કડક નિયમો છે. જો કોઈ બાળક ડ્રાઇવિંગ કરતા પકડાય છે, તો તેના માતાપિતા સામે સીધી કાર્યવાહી થઈ શકે છે. બાળકના માતા-પિતાને 25 હજાર રૂપિયા સુધીનો દંડ અને 3 વર્ષ સુધીની જેલની સજા પણ થઈ શકે છે. જેથી માતાપિતાએ સાવચેત રહેવું જોઈએ કે તેઓ તેમના બાળકને વાહન ચલાવવા ન આપે.
આ પણ વાંચો:મહિલાને થઈ રહી હતી પ્રસૂતિની પીડા, ડ્રાઈવરે હોસ્પિટલના ગેટ પર રોકી બસ, અને પછી…
આ પણ વાંચો:ધરમપુરમાં 108ના સ્ટાફે મહિલાની સફળ પ્રસૂતિ કરાવી
આ પણ વાંચો:વટવાની કાશીબા હોસ્પિટલમાં પ્રસૂતિ દરમિયાન મહિલા અને નવજાતનું મોત, સ્ટાફ પર બેદરકારીનો આક્ષેપ
