woman death/ વટવાની કાશીબા હોસ્પિટલમાં પ્રસૂતિ દરમિયાન મહિલા અને નવજાતનું મોત, સ્ટાફ પર બેદરકારીનો આક્ષેપ

અમદાવાદ વિસ્તારમાં હોસ્પિટલની બેદરકારીના લીધે મહિલા અને તેના નવજાત બાળકનું મોત થયાની વાત બહાર આવતા હોસ્પિટલના વર્તુળોમાં સન્નાટો ફેલાઈ ગયો છે. આ અંગે મરનારના કુટુંબીજનોનો આરોપ છે કે હોસ્પિટલની બેદરકારીના લીધે મહિલા અને બાળકનું મોત થયું છે.

Top Stories Ahmedabad Gujarat
Woman death વટવાની કાશીબા હોસ્પિટલમાં પ્રસૂતિ દરમિયાન મહિલા અને નવજાતનું મોત, સ્ટાફ પર બેદરકારીનો આક્ષેપ

અમદાવાદઃ અમદાવાદ વિસ્તારમાં હોસ્પિટલની Woman Death બેદરકારીના લીધે મહિલા અને તેના નવજાત બાળકનું મોત થયાની વાત બહાર આવતા હોસ્પિટલના વર્તુળોમાં સન્નાટો ફેલાઈ ગયો છે. આ અંગે મરનારના કુટુંબીજનોનો આરોપ છે કે હોસ્પિટલની બેદરકારીના લીધે મહિલા અને બાળકનું મોત થયું છે.

અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં આવેલી કાશીબા હોસ્પિટલના સ્ટાફની બેદરકારીના લીધે મહિલા તેમજ નવજાત બાળકનું મોત થયાનો આરોપ મહિલાના કુટુંબીજનો દ્વારા કરવામાં આવ્યો હતો.

આ અંગે મળતી વિગતો મુજબ શહેરના નારોલ વિસ્તારમાં Woman Death રહેતી પ્રેગનન્ટ મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા તેને વટવામાં એએમસી સંચાલિત કાશીબા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. મહિલાએ અહીં મૃત બાળકને જન્મ આપ્યો હતો અને તેના પછી મહિલાનું પણ મોત થયું હતું.

આ અંગે મરનારના કુટુંબીજનોનો આરોપ છે કે પ્રસૂતિ દરમિયાન Woman Death મહિલાની સ્થિતિ ગંભીર થઈ હોવા છતાં પણ કોઈ ડોક્ટર આવ્યા જ ન હતા. તેના લીધે ડોક્ટરની ગેરહાજરીમાં હોસ્પિટલમાં ફરજ પર રહેલી નર્સે ડિલિવરી કરાવી હતી, જે તેનું કામ ન હતુ. તેના લીધે મહિલાને ડિલિવરી પછીના કોમ્પ્લિકેશન થયા હતા અને પહેલા તો શિશુ જ મૃત અવતર્યુ હતુ અને તેના પછી મહિલાનું પણ મોત થયુ હતુ.

તેના લીધે મૃતક મહિલાના કુટુંબીજનોમાં જબરજસ્ત ગુસ્સો છે. તેઓએ આ અંગેની અરજી નારોલ પોલીસ મથકમાં આપી છે અને હોસ્પિટલ પર બેદરકારીથી મોતનો આરોપ મૂક્યો છે. તેના પગલે પોલીસે હવે તપાસ હાથ ધરી છે. મહિલાનો મૃતદેહ તપાસાર્થે પોસ્ટમોર્ટમ માટે મોકલાયો છે. તેના આધારે બેદરકારી કેટલી હદ સુધીની છે તે બહાર આવશે.

 

આ પણ વાંચોઃ સસ્પેન્ડ/આણંદના કલેકટર ડીએસ ગઢવીને આ કારણથી કરાયા સસ્પેન્ડ

આ પણ વાંચોઃ Meri Mati Mera Desh/સુરતમાં વિદ્યાર્થીઓએ માનવ સાંકળ સાથે બનાવ્યો ભારતનો નકશો; જુઓ આ અદ્ભુત દૃશ્ય

આ પણ વાંચોઃ અમદાવાદ/હાટકેશ્વર બ્રિજ કેસમાં AMCના ટેકનિકલ સુપર વાઈઝરની ધરપકડ, થઈ શકે મોટા ખુલાસા

આ પણ વાંચોઃ Girl death From Superstitous/સુરેન્દ્રનગરમાં અંધશ્રદ્ધાનો ભોગ બનનારી બાળકીનું મોત

આ પણ વાંચોઃ ST Students Fee/ST વિદ્યાર્થીઓ માટે ઉચ્ચશિક્ષણ મેળવવું બન્યું સરળઃ છ લાખથી વધુ ફી હશે તો રાજ્ય સરકાર ભરશે