સર્વે/ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા,અમેરિકા સહિત બ્રિટેનના PMને પાછળ છોડ્યા

ફરી એક વખતઅમેરિકાની ડેટા ઇન્ટેલિજન્સ ફર્મ ધ મોર્નિંગ કન્સલ્ટના સર્વે અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપ્રૂવલ રેટિંગમાં ટોચ પર છે

Top Stories India

 વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે વડાપ્રધાન નરેન્દ્ર માેદી પસંદગી પામ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખતઅમેરિકાની ડેટા ઇન્ટેલિજન્સ ફર્મ ધ મોર્નિંગ કન્સલ્ટના સર્વે અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપ્રૂવલ રેટિંગમાં ટોચ પર છે,pm મોદીએ  અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન અને બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન સહિત વિશ્વના 13 દેશોના પ્રમુખોને પાછળ છોડી દીધા છે. વડાપ્રધાન મોદીનું અપ્રૂવલ રેટિંગ 70 ટકા છે.

 

 આ સર્વેમાં ભારતના વડાપ્રધાન દુનિયાના ઘણા રાષ્ટ્રપતિઓ અને વડાપ્રધાનોથી આગળ છે. વડાપ્રધાન મોદીએ મેક્સિકોના રાષ્ટ્રપતિ આંદ્રે મૈનુએલ લોપેજ ઓબ્રાડોર, ઇટાલીના વડાપ્રધાન મારિયો દ્રાગી, જર્મનની ચાન્સેલર એન્જેલા માર્કેલ, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન સહિત અનેક નેતાઓને લોકપ્રિયતાના ગ્રાફમાં પાછળ પાડી દીધા છે.

આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો, બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેર બોલ્સોનેરો પણ સામેલ છે. આ વખતે સર્વેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ પાંચમાં અને બ્રિટનના વડાપ્રધાન આઠમાં ક્રમેથી નીચે ઉતરીને 10માં ક્રમે પહોંચી ગયા.

ધ મોર્નિંગ કન્સલ્ટના સર્વે અનુસાર ભારતમાં કોરોનાની બીજી લહેરા (મે 2021) દરમિયાન વડાપ્રધાન મોદીનું ડિસઅપ્રૂવલ રેટિંગ (લોકપ્રિયતામાં ઘટાડો) પીક પર હતું. આ દરમિયાન કોરોનાને કારણે હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતને કારણે દેશમાં કપરી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જો કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પાર ઉતરી.