Girl death From Superstitous/ સુરેન્દ્રનગરમાં અંધશ્રદ્ધાનો ભોગ બનનારી બાળકીનું મોત

ગુજરાતમાં 21મી સદીમાં પણ અંધશ્રદ્ધા કોઈનો ભોગ લઈ શકે છે તે હકીકત છે. સુરેન્દ્રનગર જેવા જિલ્લામાં આ પ્રકારની ઘટના બની છે. બાળકીની બીમારીનો ઇલાજ કરાવવાના બદલે તેને ભૂવા પાસે લઈ જતા અને તેણે બાળકીને ડામ આપતા બાળકીનું મોત થયું છે.

Top Stories Gujarat

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં 21મી સદીમાં પણ અંધશ્રદ્ધા Girl death કોઈનો ભોગ લઈ શકે છે તે હકીકત છે. સુરેન્દ્રનગર જેવા જિલ્લામાં આ પ્રકારની ઘટના બની છે. બાળકીની બીમારીનો ઇલાજ કરાવવાના બદલે તેને ભૂવા પાસે લઈ જતા અને તેણે બાળકીને ડામ આપતા બાળકીનું મોત થયું છે. બાળકીને ગરમ સોયના ડામ આપવામાં આવ્યા હતા. આ ડામ પેટના ભાગે આપવામાં આવ્યા હતા.

ડામ આપવાના પગલે બાળકીની સ્થિતિ બગડતા તેને Girl death રાજકોટ ખસેડવામાં આવી હતી. રાજકોટ હોસ્પિટલમાં પણ ડોક્ટરો તેમની પાસે આવેલા કેસને લઈને ચોંકી ગયા હતા. તેઓએ બાળકીને સાજી કરવા માટે પૂરતા પ્રયત્નો કર્યા હતા, પરંતુ ગરમાગરમ સોયાના ડામ માસૂમ બાળકીને આપવાના લીધે બાળકીની સ્થિતિ એટલી કફોડી થઈ ગઈ હતી કે તેને બચાવવી શક્ય ન હતી. તેના પગલે તેનું ટૂંકી સારવાર બાદ મોત થયું હતું. આમ માબાપની અંધશ્રદ્ધાએ એક કૂમળા જીવનો ભોગ લીધો હતો. તેની સાથે માબાપ પણ સંતાનવિહોણા થઈ ગયા હતા.

આશ્ચર્યની વાત એ છે કે 21મી સદીના ગાણા આપણે Girl death ગઈએ છીએ ત્યાં આજે અને હજી પણ  પ્રકારના અંધશ્રદ્ધાના બનાવો બને છે. માબાપ પોતે આ રીતે તેમના સંતાનોને તકલીફ હોય તો ડોક્ટર પાસે લઈ જવાના બદલે ભૂવા પાસે થઈ જાય છે. ભૂવાના બેદરકારીભર્યા  પગલાંમાં આ રીતે માસૂમો તેમનો જીવ ગુમાવે છે. ભુવા પાસે કોઈપણ પ્રકારનો સર્જિકલ અનુભવ ન હોવા છતાં પણ તે પોતે કંઇક કરી રહ્યો છે તેવું બતાવવા માટે બાળકીને ઘોંચપરોણા કરે છે. તેની પીડાના લીધે બાળકી ચીસો પાડે ત્યારે ભુવો તેના માબાપને કહે છે કે હવે તમારી બાળકીને બધુ મટવાની તૈયારી છે અને તેને લઈ જાવ, માબાપ તેને ઘરે લઈ આવે છે પણ ત્યાં સ્થિતિ જુદી જ હોય છે. આ કિસ્સામાં પણ આવી જ સ્થિતિ જવાબદાર  હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ Chandrayaan 3/ ચંદ્રની ખૂબ નજીક પહોંચ્યું ચંદ્રયાન-3, ઓછી કરી તેની ભ્રમણકક્ષા; સપાટીના સ્પર્શથી કેટલું દૂર જાણો

આ પણ વાંચોઃ No Confidence Motion/ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો આરોપ, રાહુલ ગાંધીએ કર્યા ફ્લાઈંગ કિસના ઈશારા

આ પણ વાંચોઃ Video/ ‘તમને વાગ્યું તો નથી ને?’ રસ્તા પર પડેલા સ્કૂટી સવારને રાહુલ ગાંધીએ મદદ માટે પૂછ્યું; VIDEO

આ પણ વાંચોઃ Parliament Monsoon Session/ રાહુલ પર સ્મૃતિનો વળતો પ્રહાર, મણિપુરની મહિલાઓના દર્દના જવાબમાં બંગાળથી કાશ્મીર સુધીની વાર્તાઓ ગણાવી

આ પણ વાંચોઃ Parliament Monsoon Session/ હું અદાણી પર બોલ્યો, વરિષ્ઠ નેતાને દુઃખ થયું – રાહુલ ગાંધી